બિહારના અરરિયા જિલ્લાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ગુસ્સામાં તલવાર લહેરાવતો જાેવા મળે છે. યુવક હાથમાં તલવાર લઈને શાળાએ પહોંચ્યો છે અને શિક્ષકો પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યો છે. એટલું જ નહીં તે હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને કહે છે કે આ તલવારથી કાપી નાખીશું.
વાત જાણે એમ છે કે શાળામાં પોતાના બાળકને પોષાક અને પુસ્તકોની રકમ નહીં મળતા યુવક ગુસ્સે ભરાયો અને તલવાર લઈને શાળાએ પહોંચી ગયો.
તલવાર લહેરાવતા સ્કૂલના હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરીન અને તલવારથી કાપી નાખવાની ધમકી પણ આપી દીધી. આ ઘટના અરરિયાના જાેકીહાટના ભગવાનપુર ઉત્ક્રમિત મધ્ય વિધ્યાલયની છે. યુવકે ખુલ્લી તલવાર લઈને શાળામાં ધિંગાણું મચાવતા ભીડ ભેગી થઈ ગઈ અને તેમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ૨ દિવસ પહેલાની હોવાનું કહેવાય છે.
જે વ્યક્તિ હાથમાં તલવાર લઈને શાળાએ પહોંચી ગયો તેનું નામ અકબર છે. તેના બાળકને પોષાકની રકમ ન મળતા તે શાળામાં પહોંચી ગયો અને ખુબ હોબાળો મચાવ્યો. એટલું જ નહીં તેણે શાળાના પ્રિન્સિપાલને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપી દીધુ. આ બાજુ પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ પદાધિકારીને તેની મૌખિક સૂચના આપી છે. આ સાથે જ શાળા દ્વારા આ મામલે લેખિત ફરિયાદ જાેકીહાટ પોલીસ મથકમાં પણ અપાઈ છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જાેકીહાટ એસએચઓના જણાવ્યાં મુજ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.