અમૂલ તરફથી દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ થઈ ગયું છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી-NCRમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો રવિવાર રાતથી લાગુ થશે. ખેડૂતોની પડતર કિંમત, તેલની કિંમત અને પેકેજીંગ મટીરીયલની કિંમતમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 6 માર્ચથી લાગુ થશે. નવા ભાવ દૂધની દરેક વેરાયટી પર લાગુ થશે.
આ અગાઉ અમૂલ અને પરાગ ડેરીએ પ્રતિ લિટર રૂ.2નો ભાવવધારો કરવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઉત્પાદન ખર્ચ વધ્યા બાદ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ પણ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ વિસ્તારો સિવાય અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર દૂધના ભાવ વધશે. મધર ડેરીનું દૂધ દેશના 100 થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે. મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં દરરોજ 30 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે.
*દિલ્હી-એનસીઆરમાં વધારા બાદ નવા દર:
ટોકન દૂધ: રૂ. 46 પ્રતિ લીટર
અલ્ટ્રા પ્રીમિયમ દૂધ: રૂ. 32 (500 મિલી)
ફુલ ક્રીમ દૂધ: રૂ 59 (1000 મિલી), રૂ 30 (500 મિલી)
ટોન્ડ મિલ્ક:રૂ 49 (1000 મિલી), રૂ 25 (500 મિલી)
ડબલ ટોન્ડ દૂધ: રૂ 43 (1000 મિલી), રૂ 22 (500 મિલી)
ગાયનું દૂધ: રૂ 51 (1000 મિલી), રૂ 26 (500 મિલી)
સુપર ટી મિલ્ક: રૂ. 27 રૂ (500 મિલી)