દહેજ પ્રથા હજુ પણ સંપૂર્ણપણે બંધ થઈ નથી. દહેજ ન મળવા પર શોષણના ઘણા કિસ્સા તમે સાંભળ્યા જ હશે. જો કે ભારત સરકારે દહેજ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હજુ સુધી આ પ્રથાનો અંત આવ્યો નથી. દહેજ પ્રથાનો એક કિસ્સો સામે આવ્યો છે કૈમુર જિલ્લાથી. દહેજ ન મળતાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજમાં બાઇક ન મળવાના કારણે પતિ નિયાઝ ખાને તેની ભાભી રૂબાના સાથે મળીને તેની જ દુલ્હનનુ દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી હતી.
આરોપી પતિ નિયાઝ ખાન માત્ર એ વાતથી નારાજ હતો કે તેને દહેજમાં બાઇક ન મળ્યું. જેનાથી ગુસ્સે થઈને તેણે તેની ભાભી રૂબાના સાથે મળીને દુપટ્ટા વડે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેને આત્મહત્યા જેવો દેખાવ કરવા દુપટ્ટાની મદદથી પંખામાં લાશને લટકાવી દીધી પ્રાપ્ત માહિતી અનુસાર કથિત રીતે આરોપી પતિ નિયાઝના ભાભી રૂબાના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે ભાભી આ લગ્નથી નાખુશ હતી. જે બાદ નિયાઝના લગ્નને કારણે તે પત્નીથી નારાજ હતો.
આ પછી નિયાઝ ખાનને મળીને તેને ઉશ્કેર્યા બાદ બંનેએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. 5 જુલાઈના રોજ દીયર અને ભાભીએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. દુલ્હનના પિતાએ આરોપી પતિ અને ભાભી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. રાહતની વાત એ છે કે આ રિપોર્ટ દાખલ કર્યાના 12 કલાકમાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાભી અને આરોપી પતિને કસ્ટડીમાં લીધા છે. મૃતક દુલ્હનની બહેન જણાવે છે કે લગ્ન 20 દિવસ પહેલા જ થયા હતા.
આ પછી સાસરિયાઓએ દહેજની માંગણી કરીને પરણિતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું. આરોપી પતિ પરિવારના સભ્યો અને દુલ્હન પાસેથી બાઇકની માંગ કરતો હતો. પીડિતાના પિતાનું કહેવું છે કે તે આર્થિક રીતે ખૂબ જ નબળો છે, તેથી તે દહેજમાં બાઇક ન આપી શક્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ભાભી રૂબાના તેના સાળા નિયાઝના લગ્નથી ખુશ નહોતી કારણ કે આરોપી પતિના તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જે બાદ 5 જુલાઇના રોજ દહેજની માંગણી પુરી ન થતાં પતિએ ભાભીને મૃતકના પગ પકડી રાખવા કહ્યું હતું.
આ પછી આરોપી પતિએ દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી બંનેએ સાથે મળીને સમગ્ર ઘટનાને આત્મહત્યા જેવી લાગે તે માટે લાશને પંખાથી લટકાવી દીધી હતી. હત્યામાં વપરાયેલ દુપટ્ટો મળી આવ્યો છે અને ભાભી અને દીયર બંનેએ પોતાના આરોપો કબૂલી લીધા છે. કેસ નોંધ્યાના 12 કલાકમાં જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.