વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજકાલ હેડલાઇન્સમાં છે. આ ફિલ્મ ગુજરાતના ગોધરાકાંડ પર આધારિત છે. આ ફિલ્મમાં રાશી ખન્ના, વિક્રાંત મેસી અને રિધિ ડોગરા ચમકી રહ્યાં છે. સાબરમતી રિપોર્ટની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. 2 ડિસેમ્બર, સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઘણા મંત્રીઓ-સાંસદો અને અભિનેતા વિક્રાંત મેસી સહિતની ફિલ્મ જોઈ હતી.
વિક્રાંત મેસીએ પીએમ મોદી સાથે ફિલ્મ જોયા બાદ ખુશી વ્યક્ત કરી છે. વિક્રાંત મેસીએ કહ્યું કે, “પીએમ મોદી, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી અને તમામ કેબિનેટ મંત્રીઓ સાથે ફિલ્મ જોવી એક શાનદાર અનુભવ હતો. હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકીશ નહીં. આ બધા સાથે ફિલ્મ જોવાની તક મળવી મારા માટે આનંદની વાત છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનો રનટાઇમ 2 કલાક અને 7 મિનિટનો છે. ફિલ્મના સ્ક્રીનિંગ બાદ પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર સાબરમતી રિપોર્ટના મેકર્સની પ્રશંસા કરી હતી. હું ફિલ્મના નિર્માતાઓના પ્રયત્નો માટે તેમની પ્રશંસા કરું છું. ”