આગ્રા, ઉત્તર પ્રદેશમાં જ્યારે એક પત્નીએ તેના પતિને હોટલના રૂમમાં બીજી સ્ત્રી સાથે રોમાન્સ કરતા પકડ્યો ત્યારે તે ગુસ્સે થઈ અને પતિને ઢીબી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ મામલો દિલ્હી ગેટ વિસ્તારનો છે. દેવરી રોડના રહેવાસી દિનેશ પર તેની પત્ની (નીલમ)એ એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતને લઈને બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને ગુસ્સામાં નીલમ ઘર છોડીને તેના મામાના ઘરે ચાલી ગઈ.
સોમવારે જ્યારે નીલમને ખબર પડી કે તેનો પતિ તે જ મહિલા સાથે દિલ્હી ગેટની એક હોટલમાં છે, ત્યારે તે તરત જ તેના ભાઈ સાથે હોટલ પહોંચી ગઈ. રૂમમાં પ્રવેશતા જ તેણે જોયું કે દિનેશ અન્ય મહિલા સાથે હતો. ગુસ્સામાં નીલમે પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને પહેલા પતિને માર માર્યો અને પછી બીજી મહિલા પર પણ ચપ્પલનો વરસાદ કર્યો. આ દરમિયાન પતિ માફી માંગતો રહ્યો પણ નીલમના હાથ અટક્યા નહીં! જ્યારે નીલમ તેના પતિ અને અન્ય મહિલાને ચપ્પલથી મારતી હતી ત્યારે તેના ભાઈએ તેનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે દિનેશ તેની પત્નીની વારંવાર માફી માંગતો હોય છે. તે કહે છે – ભૂલ થઈ ગઈ છે. તે ફરીથી થશે નહીં. બસ આ વખતે મને માફ કરી દે. અન્ય એક મહિલા પણ નીલમની માફી માંગતી જોવા મળે છે. તે રડતાં રડતાં કહે છે- હવેથી આવું નહીં થાય. મને માફ કરો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘પતિ, પત્ની ઔર વો’નો આ હાઈવોલ્ટેજ ડ્રામા હોટલમાં કલાકો સુધી ચાલ્યો હતો.
આ બાદ આ અંગે પોલીસને માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દિનેશ અને અન્ય મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. મહિલાનો પતિ નર્સિંગ હોમમાં કામ કરે છે અને તેઓને એક 16 વર્ષની પુત્રી પણ છે. જ્યારે આ વીડિયો સોશિયલ પર વાયરલ થયો ત્યારે ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી. કેટલાક યુઝર્સે કહ્યું કે ઘોર કળયુગ. બીજાએ લખ્યું- પત્નીને હોટલનું સરનામું કોણે આપ્યું હશે?