AIUDFના પ્રમુખ અને સાંસદ બદરુદ્દીન અજમલે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે હિંદુઓ લગ્ન પહેલા 2-3 પત્નીઓ રાખે છે અને 40 વર્ષની ઉંમરે લગ્ન કરી લે છે. 40 વર્ષ પછી સંતાન થવાની ક્ષમતા ક્યાં છે. તેઓએ મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ અને 18-20 વર્ષની ઉંમરે તેમના બાળકોના લગ્ન કરાવવા જોઈએ. તેઓ વસ્તી વધારાના મુદ્દે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા હતા. તેમના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું કે હિન્દુઓ પત્નીઓને ગેરકાયદે રાખે છે. આ દિવસોમાં આ લોકો એક નવો મુદ્દો લઈને આવ્યા છે. કોણ કઈ ઉંમરે લગ્ન કરશે? હિન્દુઓ 40 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે.
#WATCH वो(हिंदु) 40 साल से पहले 2-3 गैरकानूनी तरीके से बीवियां रखते हैं। 40 साल के बाद बच्चा पैदा करने की क्षमता कहां रहती है…उनको मुसलमानों के फॉर्मूले को अपनाकर अपने बच्चों की 18-20 साल की उम्र में शादी करा देनी चाहिए: जनसंख्या वृद्धि पर मौलाना बदरुद्दीन अजमल, AIUDF अध्यक्ष pic.twitter.com/pPZQHttrrv
— ANI_HindiNews (@AHindinews) December 2, 2022
બદરુદ્દીન અજમલે પણ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર દરેક જગ્યાએ મુસ્લિમોને અલગ કરવામાં લાગેલી છે. સરકાર માત્ર હિન્દુઓને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ બદરુદ્દીન અજમલે કહ્યું કે મુસ્લિમોએ પણ મજબૂત બનવું જોઈએ.
ગુવાહાટીથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દિગંત કલિતાએ બદરુદ્દીન અજમલના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જો તમારે આવું નિવેદન કરવું હોય તો બાંગ્લાદેશ જાવ. તમે મુસ્લિમ છો અને અમે હિંદુ છીએ. શું અમારે તમારી પાસેથી શીખવાનું છે? આ દેશ ભગવાન રામ અને સીતાનો છે. બાંગ્લાદેશીઓને અહીં કોઈ સ્થાન નથી. જો તમારે આવું નિવેદન આપવું જ હોય તો બાંગ્લાદેશ જઈને આપો.