યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પોતાના વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી તેને દેશ છોડવાનું કહ્યું છે. ભારતે રવિવારે યુક્રેનમાં રહેતા પોતાના વિદ્યાર્થીઓ-નાગરિકોને આ ક્ષેત્રમાં ઉભી થયેલી સ્થિતિના સંબંધમાં અને અનિશ્ચિતતાને જાેતા સંકટગ્રસ્ત યુક્રેનને અસ્થાયી રૂપથી છોડવાનું કહ્યું છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ટિ્વટર પર લખ્યુ- ‘તમાં ભારતીય નાગરિક જેનું રોકાવુ જરૂરી નથી અને બધા ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપથી યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.
એક વ્યવસ્થિત અને સમય પર ઉડાન બરવા માટે ઉપલબ્ધ કોમર્શિયલ ઉડાનો અને ચાર્ટર ઉડાનોનો ઉપયોગ યાત્રા માટે કરી શકાય છે.’ ભારતીય દૂતાવાસે કહ્યું કે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે ચાર્ટર્ડ ફ્લાઇટના પોતાના કોન્ટ્રેક્ટર સાથે સતત સંપર્કમાં રહે. સાથે દૂતાવાસના ફેસબુક, વેબસાઇટ અને ટિ્વટર અપડેટ માટે જાેડાયેલા રહો.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં આશરે ૧૮ હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા છે. આ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા હતા. જાે કોઈએ પણ યુક્રેનમાં પોતાના પરિવારજનોને લઈને કોઈ મદદ કે જાણકારી જાેઈએ તો હેલ્પલાઇ નંબર ૦૧૧-૨૩૦૧૨૧૧૩, ૦૧૧-૨૩૦૧૪૧૦૪ અને ૦૧૧-૨૩૦૧૭૯૦૫ પર કોલ કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૮૭૯૭ પર પણ કોલ કરી શકાય છે.