Jio Finance: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત તેમની કંપનીનું વિસ્તરણ કરી રહ્યા છે. હવે તેણે ડિજીટલ મોબાઈલ બેન્કિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ એપનું બીટા વર્ઝન રજૂ કર્યું છે. આ એપ લોન્ચ થવાથી ઘણી કંપનીઓનું ટેન્શન વધી ગયું હશે. ડિજિટલ બેંકિંગ સેવાઓમાં, Paytm, PhonePe, Amazon Pay, Google Pay જેવી એપ્સની ચિંતા વધી ગઈ છે.
Jio નો મોટો દાવ
Jio Financial Services Limited એ તેની JioFinance એપનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. આ એપ દ્વારા યુઝર્સને યુપીઆઈ પેમેન્ટ, ડિજિટલ બેન્કિંગ, બિલ પેમેન્ટ સર્વિસ, મ્યુચ્યુઅલ ફંડ પર લોનની સુવિધા, ડિજિટલ બેન્કિંગ, ઈન્સ્યોરન્સ એડવાઈઝરી વગેરે જેવી વિવિધ સુવિધાઓની ઍક્સેસ હશે. આ એપ દ્વારા યુઝર્સ તમામ ડિજિટલ પેમેન્ટ સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકશે.
Jio Finance એપ પર કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
આજે તમે Jio Finance એપ પર કાર ઈન્સ્યોરન્સ, બાઇક ઈન્સ્યોરન્સ, હેલ્થ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સની સેવાઓનો લાભ લઈ શકશો. કંપનીએ આ માટે વિવિધ બેંકો અને વીમા કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. તમે આ એપ પર બચત ખાતું ખોલી શકશો. તમને રિલાયન્સ સ્માર્ટ પોઈન્ટ પર રોકડ ઉપાડવાની સુવિધા મળશે. તમને Jio Finance એપ પર UPI પેમેન્ટની સુવિધા મળશે. એટલું જ નહીં, તમે આ એપથી મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લઈ શકશો. તમને થોડીવારમાં અહીં લોન મળી જશે.
ફોનપે અને પેટીએમ કેમ ટેન્શનમાં છે?
મુકેશ અંબાણી પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીથી માર્કેટમાં હલચલ મચાવવામાં માહેર છે. જ્યારે રિલાયન્સે Jio લોન્ચ કર્યું, ત્યારે તેણે તેની ફ્રી અને અમર્યાદિત ઑફર્સ સાથે ટેલિકોમ સેક્ટરમાં હલચલ મચાવી. થોડા જ વર્ષોમાં Jio દેશની નંબર 1 ટેલિકોમ કંપની બની ગઈ. હવે જ્યારે Jio Finance ડિજિટલ બેન્કિંગના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી અહીં પણ ક્રાંતિ લાવશે. કંપની આગામી દિવસોમાં હોમ લોન સુધી તેની સેવાઓનો વિસ્તાર કરશે.
BigBasket, Blinkit, Zepto ની ચેલેન્જ
હાલમાં જ મુકેશ અંબાણીની રિટેલ કંપની રિલાયન્સ રિટેલના JioMart એ એક મોટી જાહેરાત કરી છે. Jio Mart 30 મિનિટમાં ગ્રોસરી ડિલિવરીની નવી સેવા શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેની શરૂઆત 7-8 શહેરોથી થશે, જે ધીરે ધીરે દેશના 1000 શહેરો સુધી પહોંચશે.
જો કે, તમને જણાવી દઈએ કે હાલમાં આ અંગે રિલાયન્સ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. હાલમાં, JioMart સ્લોટેડ અને નેક્સ્ટ-ડે ડિલિવરી વિકલ્પો ઓફર કરે છે, પરંતુ જો 30-મિનિટનો વિકલ્પ શરૂ કરવામાં આવે તો, Blinkit, Big Basket, Zepto જેવી ઝડપી ડિલિવરી એપ્સની સમસ્યાઓ વધી જશે.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
મુકેશ અંબાણીની મિલકત
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,50,000 કરોડ છે. ફોર્બ્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9,48,000 કરોડ રૂપિયા છે. તેમની કંપની સતત વિસ્તરી રહી છે.