કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ફરીવાર ખામી જોવા મળી છે. TRS નેતાએ મંગળવારે હૈદરાબાદમાં તેમના કાફલાની સામે તેમની કાર પાર્ક કરી હતી. જોકે, ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓ દ્વારા તેને તાત્કાલિક હટાવી લેવામાં આવ્યો હતો. TRS નેતાની ઓળખ ગોસુલા શ્રીનિવાસ તરીકે થઈ છે. ઘટના બાદ શ્રીનિવાસે કહ્યું કે કાફલાની સામે કાર અચાનક થંભી ગઈ. હું કંઈક સમજી શક્યો ત્યાં સુધીમાં ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓએ તોડફોડ કરી. હું પોલીસ અધિકારીને મળીશ અને તેમને કાર્યવાહી કરવા કહીશ.
13 દિવસમાં અમિત શાહની સુરક્ષામાં ખામીનો આ બીજો કિસ્સો છે. અગાઉ 4-5 સપ્ટેમ્બરના રોજ તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન પણ શાહની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી. શાહની મુંબઈ મુલાકાત દરમિયાન, એક શંકાસ્પદ ઘણા કલાકો સુધી તેમની આસપાસ ફરતો હતો. અધિકારીઓને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી. પોલીસે તેની 2-3 કલાકમાં ધરપકડ કરી હતી. હૈદરાબાદ લિબરેશન ડેમાં ભાગ લેવા માટે અમિત શાહ તેલંગાણાના પ્રવાસે છે. તેમણે પહેલા દિવસે સિકંદરાબાદ આર્મી ગ્રાઉન્ડ ખાતે રેલીને સંબોધી હતી. TRS પર નિશાન સાધતા શાહે કહ્યું- ભારતને 1947માં આઝાદી મળી, પરંતુ હૈદરાબાદમાં હજુ પણ નિઝામનું શાસન છે.