મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. તેની કિંમત 16 કરોડ રૂપિયા છે. અનંત અંબાણીએ આદરપૂર્વક ગણેશ મંડળને તાજ સોંપ્યો છે. અનંત અંબાણીને લાલબાગ સાર્વજનિક ગણેશ મંડળ વતી મંડળની કાર્યકારી સમિતિના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંબાણીના પરિવાર દર વર્ષે ગણપતિ બાપ્પા માટે ભક્તિભાવ સાથે દાન કરે છે.
ABP Majhaના અહેવાલ મુજબ આ વર્ષે લાલબાગના રાજા મયુરાસન પર બિરાજમાન છે. તેમના માથા પર શોભતો સોનાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર રહે છે. 14 ફૂટની ગણપતિની મૂર્તિનો ભવ્ય રૂપ જોઈને ભક્તોમાં આનંદ અને ઉમંગ છવાઈ ગયો હતો.