Politics News: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચની રાત્રે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડથી AAP તેમજ દિલ્હી સરકારની સામે નેતૃત્વ સંકટનો પ્રશ્ન ઊભો થયો છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું દિલ્હીમાં નવો સીએમ હશે અને જો હશે તો કોણ બનશે? રિપોર્ટ અનુસાર જો કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપે છે તો તેમની જગ્યાએ તેમની પત્ની સુનીતા કેજરીવાલ દિલ્હીના નવા મુખ્યમંત્રી બની શકે છે.
દિલ્હીના નવા સીએમ બનવાની યાદીમાં સુનીતા કેજરીવાલનું નામ સૌથી ઉપર છે. સુનિતા કેજરીવાલ ઉપરાંત કેબિનેટ મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ પણ સીએમ બનવાની યાદીમાં છે. રિપોર્ટ અનુસાર, સુનીતા કેજરીવાલને લાંબા સમયથી દિલ્હીમાં કામ કરવાની રીતો સમજાવવામાં આવી રહી હતી.
જો કે નવા સીએમની વાત હજુ અટકળો છે. કારણ કે AAPએ પહેલા કહ્યું હતું કે કેજરીવાલ જેલમાં ગયા પછી પણ સીએમ રહેશે અને રાજીનામું નહીં આપે. સુનીતા કેજરીવાલ તેના પતિ અરવિંદ કેજરીવાલ સાથે અનેક પ્રસંગોએ જોવા મળી છે. જોકે સુનીતા કેજરીવાલ રાજકારણમાં સક્રિય નથી. સુનીતા કેજરીવાલ હાલમાં ગૃહિણીની જેમ ઘર સંભાળી રહી છે. અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલના લગ્ન 1995માં થયા હતા. અરવિંદ અને સુનીતાને બે બાળકો છે, પુત્રી હર્ષિતા અને પુત્ર પુલકિત. સુનીતા કેજરીવાલ અગાઉ IRS એટલે કે રેવન્યુ ઓફિસર રહી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ અને સુનીતા મૈસૂરમાં સાથે ભણ્યા હતા.
સુનીતા કેજરીવાલ 1993 બેચની IRS ઓફિસર છે. સુનીતા કેજરીવાલે જુલાઈ 2016માં VRS લીધું હતું. સુનીતાએ લગભગ 22 વર્ષથી આવકવેરા વિભાગમાં કામ કર્યું છે. VRS લેતા પહેલા સુનિતા કેજરીવાલને દિલ્હીમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)માં ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવી હતી.
સુનિતા કેજરીવાલને હજુ પણ પેન્શન મળે છે… કારણ કે તેણે 20 વર્ષથી વધુ સેવા આપી છે. સુનીતા, 1993 બેચની IRS ઓફિસર, ભોપાલમાં એક તાલીમ કાર્યક્રમ દરમિયાન કેજરીવાલ, 1995 બેચના IRS ઓફિસર, કેજરીવાલને મળી, ત્યારબાદ તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
અરવિંદ કેજરીવાલે વર્ષ 2006માં IRSના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ભારતીય મહેસૂલ સેવામાં જોઈન્ટ કમિશનર તરીકે તૈનાત હતા. રેકોર્ડ મુજબ, સુનિતા કેજરીવાલ પ્રાણીશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલા 2014 દરમિયાન કેજરીવાલ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા ત્યારે સુનીતાએ ઓફિસમાંથી લાંબી રજા લીધી હતી.