સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા મનોરંજક વીડિયો વાયરલ થઈ જતા હોય છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા હોશ ઉડી જશે. આ વીડિયો લગ્નના ફંક્શનનો છે. તમે જોઈ શકો છો કે લગ્નના ફંક્શનમાં ઘણા લોકો ડાન્સ કરી રહ્યા છે. અહી લગ્નના ફંક્શન માટે ડઝનબંધ લોકો એકઠા થયા છે. આ દરમિયાન સંપૂર્ણ પાર્ટીનો માહોલ છે. આગામી ક્ષણે શું થવાનું છે તેનાથી દરેક અજાણ છે.
આ દરમિયાન ત્યાં ડીજે વાગી રહ્યો છે અને લોકો જોરદાર ડાન્સ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ડાન્સ ફ્લોર પર ઘણી સ્ત્રીઓ અને પુરુષો હાથ ઉંચા કરીને ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો તેમને ડાન્સ કરતા જોવા આસહોલ વચ્ચે અચાનક એક એવી ઘટના બને છે કે બધાની આત્મા કંપી જાય છે. લોકો જોર જોરથી ડાન્સ કરી રહ્યા હતા અને કૂદતા હતા. આ દરમિયાન તે લોકો જ્યાં ઉભા રહીને નાચતા હતા તે જગ્યા કેટલાય ફૂટ નીચે ધસી જાય છે અને લોકો ભયાનક અકસ્માતનો શિકાર બને છે.
જો કે, અહીં વીડિયોને કોમેડી લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વીડિયોને Instagram પર ammu__rx100 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતા યુઝરે લખ્યું કે, ‘ભાઈ તમારા લગ્નમાં ધરતી ડાન્સ કરશે.’ વીડિયો જોઈને તમે એક વાર ચોંકી જશો, પરંતુ થોડી વાર પછી તમે જાતે જ હસવા લાગશો. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં 53 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને વીડિયોને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.