અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું, હવેથી ‘અયોધ્યા ધામ જંકશન’ના નામે ઓળખાશે, 30 ડિસેમ્બરનાં રોજ PM મોદી કરશે ઉદ્ઘાટન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

NATIONAL NEWS: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા શહેરના અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને “અયોધ્યા ધામ” જંકશન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘોષણાથી રામ ભક્તો ઘણાં ખુશ જોવા મળી રહ્યાં છે.

X પર લલ્લુ સિંહ અયોધ્યાના સંસદસભ્યની નવીનતમ પોસ્ટ અનુસાર અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’થી ઓળખાશે. આ રેલવે સ્ટેશનથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે. આ સ્ટેશન આશરે 50,000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે.

 

જાણો રેલવે સ્ટેશનની વિશેષતાઓ

રેલ્વે વિભાગની તરફથી આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ ભવ્ય રેલ્વે સ્ટેશનમાં લિફ્ટ, પ્રવાસી માહિતી કેન્દ્ર અને તબીબી સુવિધાઓ હશે. તમામ પ્રકારની વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

રિફર્બિશ્ડ પ્લેટફોર્મ્સ, નવા સાઇનબોર્ડ્સ, એસ્કેલેટર્સ અને દિવાલો પર ભગવાન રામના ચિત્રો દોરવામાં આવ્યા છે, આ અને ઘણા વધુ ચાલુ સુધારણા પછી અયોધ્યા રેલ્વે સ્ટેશનની વિશેષતાઓ હશે.

રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર મળશે 450 રૂપિયામાં, ભજનલાલ સરકારે કરી જાહેરાત, જાણો વિગત

UGCની જાહેરાત… ‘હવે M.Phil ડિગ્રી માન્ય નથી’, વિદ્યાર્થીઓએ M.Phil કોર્સમાં પ્રવેશ ન લેવો

સોનાએ આજે ફરીથી ભૂક્કા કાઢ્યાં! એક તોલું લેવામાં ભીંસ પડશે, તોતિંગ વધારા સાથે આટલા હજારે પહોંચ્યો ભાવ

આ રેલ્વે સ્ટેશન જેટલું આધુનિક છે એટલું જ પૌરાણિક મહત્વ હોવાનું કહેવાય છે. તે બહારથી ભવ્ય મંદિર જેવું બનેલું છે અને અંદરથી પણ એટલી જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ સમગ્ર બાબતનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.


Share this Article