અરે તારી ભલી થાય, ભગવાન રામ પર અભદ્ર ટિપ્પણી કરી, ફેસબૂક પર વીડિયો મૂક્યો, પોલીસે તરત જ જેલભેગો કરી દીધો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલી જિલ્લામાં ભગવાન રામ (Lord Ram) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફેસબુક પર રીલ બનાવીને સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ કરી હતી. આ વીડિયો લોકોના ધ્યાનમાં આવતા જ વાતાવરણ ગરમાયું હતું. હિન્દુ જાગરણ મંચ દ્વારા આરોપી યુવકની ધરપકડ અંગે ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

 

 

આ મામલો બરેલીના પોલીસ સ્ટેશન ઇજ્જત નગર વિસ્તારનો છે. જ્યાં એક યુવકે ભગવાન શ્રી રામ પર અભદ્ર ટિપ્પણી કરતો વીડિયો બનાવીને ફેસબુક પર વાયરલ કર્યો હતો. જે બાદ હિન્દુ જાગરણ મંચ દ્વારા આરોપી યુવકની ધરપકડ અંગે ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો. પોલીસે તરત જ મામલાની નોંધ લીધી હતી અને તપાસ બાદ આરોપી યુવકની ધરપકડ કરી હતી.

 

 

જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો વાયરલ કરનાર યુવકનું નામ રેહાન અંસારી છે. તે મુડિયા અહમદનગર વિસ્તારનો રહેવાસી છે. તેનો વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા. કેસ વધતો જોઈને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી, અને જોતજોતામાં રેહાન પકડાઈ ગયો. હાલ બરેલી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે.

 

 

આણંદ કલેક્ટરનો રંગીન મિજાજ જાણીને નાયબ મામલતદારે પ્લાન બનાવ્યો, મહિલાને તૈયાર કરી કેમેરા ગોઠવી વીડિયો બનાવ્યો, પછી…

રજનીકાંતનો ભાજપ પ્રેમ ઉભરીને છલકાયો, CM યોગીને પગે લાગ્યો, મોદી-શાહની જોડીને અર્જૂન-કૃષ્ણ સાથે સરખાવી….

જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ

 

આ પહેલા શિશગઢમાં હંગામો થયો હતો.

થોડા દિવસ પહેલા આવો જ એક કિસ્સો બરેલીના શિશગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવ્યો હતો. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની પરસ્પરની વાતચીત અને ધાર્મિક લાગણી દુભાવવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ વિસ્તારની સ્થિતિ એટલી કથળી ગઈ હતી કે બરેલી પોલીસે લગભગ ચારથી પાંચસો લોકો સામે કેસ નોંધવો પડ્યો હતો. પોલીસ સ્ટેશન ઇજ્જત નગર વિસ્તારમાંથી વધુ એક નવો કિસ્સો સામે આવ્યો હોવાની વાત હજુ સુધી થાળે પડી ન હતી. જો કે પોલીસની સતર્કતાને કારણે સ્થિતિ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. હાલ આ વિસ્તારમાં શાંતિ છે.

 

 


Share this Article