આજકાલ તમે લગ્નના ઘણા વાયરલ વીડિયો જોયા જ હશે. ક્યારેક વરરાજા કંઈક એવું કરે છે જે બધાનું ધ્યાન ખેંચે છે તો ક્યારેક દુલ્હન એવી એન્ટ્રી લે છે કે તેનો વીડિયો વાયરલ થઈ જાય છે. પરંતુ આ દિવસોમાં બિહારના ભાગલપુરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શું છે તેના વિશે તો તમને આગળ જણાવીશું, પરંતુ અમે તમને જણાવી દઈએ કે દુલ્હનની એન્ટ્રી પહેલા બધું બરાબર ચાલી રહ્યું હતું. સ્વાગતમાં નાચતા-ગાતા લોકો મંડપમાં પ્રવેશ્યા હતા. બધા મસ્તી કરી રહ્યા હતા અને કન્યા પક્ષે બારાતીઓનું સ્વાગત કર્યું. વેવાઈઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
દુલ્હનની જોરદાર એન્ટ્રી થઈ હતી. ત્યાં સુધી બધું બરાબર હતું. કન્યા સ્ટેજ પર ચઢે છે અને તેના હાથમાં માળા આપવામાં આવે છે. આ પછી દુલ્હનની નજર વર તરફ પડતા જ તે જોર જોરથી રડવા લાગે છે.
આ પછી, લગ્નના મંચ પર વરરાજાને જોઈને કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી. જ્યારે મામલો ઉગ્ર બન્યો ત્યારે કોઈએ કન્યાને કહ્યું કે, દીકરા, માળા પહેરાવ. પણ કન્યા રડવા લાગી. આ પછી કેટલીક છોકરીઓએ દુલ્હનનો હાથ પકડીને તેને બળજબરીથી માળા પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કન્યા એકની બે ના થઈ.
આ મામલો ભાગલપુર કહલગાંવના રસલપુરનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિનોદ મંડલની પુત્રી કિટ્ટુ કુમારીના લગ્ન ધનૌરાના રહેવાસી ડૉ. વીરેન્દ્ર સિંહના પુત્ર નિલેશ કુમાર સિંહ સાથે નક્કી થયા હતા. પરંતુ વારમાલા દરમિયાન, સ્ટેજ પરની કન્યાએ વરરાજાના ગળામાં માળા પહેરાવવા અને તિલક લગાવવાની ના પાડી.
આ પછી વરરાજા અને બારાતીએ દુલ્હન વગર જ પરત ફરવું પડ્યું હતું. યુવતીએ વરરાજાની ઉંમર અને કાળો રંગ જણાવીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેના માતા-પિતા અને સંબંધીઓએ યુવતીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને મંડપમાંથી ભાગીને તેના રૂમમાં ગઈ હતી. અને જાનને દુલ્હન વગર જ પરત જવું પડ્યું હતું.