Bharat Jodo Nyay Yatra: આસામ પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી, ભારત જોડો ન્યાય યાત્રા પણ બંધ? જાણો સમગ્ર મામલો

Desk Editor
By Desk Editor
Share this Article

National News: રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દીધી છે. વાસ્તવમાં, જ્યારે આ યાત્રા સાથે આવેલા લગભગ 5,000 કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા, ત્યારે તેઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ પછી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. પોલીસે આ મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પણ નોંધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને બેરિકેડ તોડી નાખ્યા. આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ અગાઉ કહ્યું હતું કે રસ્તાઓ પર જામ ટાળવા માટે યાત્રાને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરમિયાન, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ખાનપરાના ગુવાહાટી ચોકમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને રાહુલ ગાંધીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ એકમના પ્રભારી જિતેન્દ્ર સિંહે કહ્યું, ‘અમે અવરોધો તોડીને જીત હાંસલ કરી છે.’

આ પહેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી છે. આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. તાજેતરના ઘટનાક્રમમાં કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે. આરોપ છે કે યાત્રા દરમિયાન ભાજપના સમર્થકોએ તેમના નેતા જયરામ રમેશની કાર પર હુમલો કર્યો હતો.

Ayodhya: અંબાણી પરિવારે રામ લલ્લાના અભિષેકમાં લીધો ભાગ, મંદિર માટે કર્યું આટલા કરોડ રૂપિયાનું દાન, પણ અદાણીને નોતરૂ નહીં?

Ayodhya Ram Mandir: રામ મંદિર બનાવનાર મજૂરોને પ્રધાનમંત્રી મોદી ન ભૂલ્યા, આ રીતે ફૂલ આપી કર્યા સન્માનિત

Ram Mandir: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ ગામ ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરી ઉજવણી

સોમવારે મેઘાલયમાં પ્રવેશ્યા પછી, આ ભાગની યાત્રા તેના અંતિમ ચરણ માટે આસામ પરત ફરી હતી, જે રાજ્યના સૌથી મોટા શહેર ગુવાહાટીની બહારના વિસ્તારમાંથી પસાર થશે. આસામમાં આ યાત્રા ગુરુવાર સુધી ચાલુ રહેશે.


Share this Article