ભરતપુર જિલ્લામાં મહિલા શિક્ષકા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે શાળાના આચાર્ય ખોટા ઈરાદા સાથે શિક્ષકાની પાછળ પડી ગયો છે. એક દિવસ પ્રિન્સિપાલે તેની સાથે બળજબરીથી ફોટો પાડીને વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો. આ મામલે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. આ મામલો રૂપવાસ શહેરમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનો છે. જ્યાં પોસ્ટેડ શિક્ષકાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રૂપવાસને લેખિતમાં ફરિયાદ આપતાં શાળાના આચાર્ય અમર દયાલ પર આરોપ લગાવ્યો છે.
મહિલા શિક્ષકે લખ્યું છે કે, “હું 17 વર્ષથી શિક્ષકા તરીકે પોસ્ટેડ છું. મારી શાળાના આચાર્ય મારા પાછળ પડી ગયા છે. તે મારી સાથે ખોટા ઈરાદાથી ખરાબ વર્તન કરે છે અને કહે છે કે તું સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે, તેથી હું તારી સાથે ફોટો પડાવવા માંગુ છું. આચાર્યની આ હરકતોથી હું માનસિક રીતે પરેશાન છું.
સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રૂપવાસ રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, “સરકારી શાળાઓમાં શિક્ષકો સાથે શારીરિક સતામણીનાં ઘણા કિસ્સાઓ જિલ્લામાં સામે આવ્યા છે. જો શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકો જ આવું કામ કરશે તો બાળકો પર શું અસર થશે. તેમણે કહ્યું કે સરકારી શાળાના શિક્ષકે આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે શિક્ષણાધિકારીને તપાસ કરવા આદેશ કરાયો છે. એક કમિટી બનાવવામાં આવશે, જેમાં એક મહિલા સભ્ય પણ હશે, જે સમગ્ર મામલાની તપાસ કરશે.