બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. આ વખતે નાલંદામાં આવંથ થયું. સામૂહિક સંવાદ કાર્યક્રમ દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ પહેલા ૨૭ માર્ચે પટનાના બખ્તિયારપુરમાં નીતિશ કુમારને મુક્કો મારવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સીએમ નીતીશ સતત રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે, આ સંબંધમાં તેઓ નાલંદામાં હતા, જ્યાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે.
જાેકે નીતિશ કુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં ભારે બેદરકારી સામે આવી છે. નાલંદામાં તેમના કાર્યક્રમ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટના નીતીશના જાહેર સંવાદ કાર્યક્રમ દરમિયાન બની હતી. સિલોની ગાંધી હાઈસ્કૂલમાં જનસંવાદનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારથી માત્ર ૧૫-૧૮ ફૂટના અંતરે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ પછી સીએમના કાર્યક્રમના પંડાલમાં હંગામો મચી ગયો હતો.
આ મામલામાં સીએમની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ એક શખ્સને પકડી લીધો છે. મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફટાકડા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હાલમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. સ્ટેજની પાછળ જ ખેતરમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક માહિતી. નાલંદા પહેલા ૨૭ માર્ચે પટનાના બખ્તિયારપુરમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો થયો હતો.
સીએમ નીતીશ કુમાર એક હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં સ્થાપિત પ્રતિમાને પુષ્પાંજલિ આપી રહ્યા હતા. એટલામાં એક છોકરો આવ્યો અને ઉપર ચડ્યો. ગાર્ડને પકડીને તેણે સીએમ નીતિશ કુમાર પર મુક્કો માર્યો હતો. પોલીસે તરત જ યુવકની ધરપકડ કરી હતી. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. જે વાયરલ થઈ ગયો. બાદમાં કહેવામાં આવ્યું હતું કે હુમલાખોર માનસિક રીતે અસ્વસ્થ હતો.