પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભાજપ નબન્ના માર્ચ દ્વારા સચિવાલયનો ઘેરાવ કરવા જઈ રહ્યો હતો. જો કે, તે પહેલા પશ્ચિમ બંગાળ પોલીસે વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી અને સાંસદ લોકેટ ચેટરજીને કસ્ટડીમાં લીધા હતા. કોલકાતાના બડા બજાર પોલીસ સ્ટેશન પાસે કેટલાકે પોલીસ વાહનને આગ ચાંપી દીધી હતી. SSC કૌભાંડ અને મમતા સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપના આ પ્રદર્શનમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અહીથી હવે પ્રદશનકારોને વોટર કેનન વડે વિખેરવામાં આવી રહ્યા હતા.
કોલકાતામાં ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ થઈ છે. ભાજપના કાર્યકરોને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન વોટર કેનન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બડા બજાર પોલીસ સ્ટેશન પાસે પોલીસના વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ સરકારના કથિત ભ્રષ્ટાચાર સામે મોરચો ખોલીને ‘નબન્ના અભિયાન’ શરૂ કર્યું. જો કે આ પહેલા વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ભાજપના રાજ્ય સચિવાલય સુધી વિરોધ કૂચ દરમિયાન પોલીસે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીની અટકાયત કરી હતી. બોલપુર રેલ્વે સ્ટેશન પર ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. લોકેટ ચેટર્જી અને પાર્ટીના નેતા રાહુલ સિન્હાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓને જેલ વાનમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેને સચિવાલય નજીક ‘સેકન્ડ હુગલી બ્રિજ’ પાસે પોલીસ ટ્રેનિંગ સ્કૂલની સામે રોકવામાં આવ્યા હતા.
કસ્ટડીમાં લેવામાં આવેલા શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા તેમની સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અટકાયત કરાયેલા ભાજપના નેતાઓને કોલકાતા પોલીસના મુખ્યાલય લાલબજારમાં લાવવામાં આવ્યા છે.
પોલીસે નબન્ના સચિવાલય તરફ આગળ વધી રહેલા ભાજપના કાર્યકરોને બેરિકેડ લગાવીને અને તેમના પર પાણી ફેંકીને અટકાવ્યા હતા. હાવડામાં પોલીસ અને કામદારો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.
બંગાળ ભાજપના નબન્ના સચિવાલય તરફ કૂચ કરતી વખતે ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાણીગંજ રેલ્વે સ્ટેશનની બહાર ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ ભાજપના કાર્યકરોને નબન્ના ચલો અભિયાનમાં ભાગ લેવા કોલકાતા જતા અટકાવી રહી છે. પોલીસે ભાજપના નબન્ના ચલો અભિયાનને મંજૂરી આપી ન હતી.