રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય જ્ઞાનચંદ પારખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન મહાદેવનો અવતાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન મહાદેવના અવતાર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. ફાઇનાન્સ બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી ધારાસભ્ય જ્ઞાનચંદ પારખે કહ્યું કે એક સમયે ‘હર હર મહાદેવ’નો નારા આપવામાં આવતો હતો અને હવે ‘હર હર મોદી’નો નારા લગાવવામાં આવે છે. ‘હર હર રામ’ અને ‘હર હર કૃષ્ણ’ નહીં પરંતુ ‘હર હર મોદી’નો નારા લગાવો.
બીજેપી ધારાસભ્ય જ્ઞાનચંદ પારખે કહ્યું કે જ્યારે મહાદેવની ત્રીજી નેત્ર ખુલે છે ત્યારે તબાહી થાય છે. એ જ રીતે મોદીએ જ્યારે ત્રીજી આંખ ખોલી ત્યારે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો થઈ ગયો હતો. પાકિસ્તાનની ધરતી પર સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. મોદી એકમાત્ર એવા નેતા છે જે દેશને સુરક્ષિત અને મજબૂત બનાવશે.
જોકે, મંત્રી મહેશ જોશીએ ભાજપના ધારાસભ્યના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ રીતે મનુષ્યની તુલના ભગવાન સાથે કેવી રીતે કરી શકાય. આ ભગવાન શિવનું અપમાન છે. આ પહેલા મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પીએમ મોદી વિશે કહ્યું હતું કે તેઓ દિવસમાં માત્ર 2 કલાક જ ઊંઘે છે. 22 કલાક જાગતા રહીને તેઓ દેશ માટે કામ કરે છે. આ સાથે તે એક નવો પ્રયોગ કરી રહ્યા છે, જેથી ઊંઘની જરૂર ન પડે.