મધ્યપ્રદેશના સિધી જિલ્લામાંથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં યુવતીએ પોતાની જીભ કાપીને માતાને અર્પણ કરી દીધી હતી. મામલો અમીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બારાગાંવ ગામનો છે. લોકોને આ અંગેની માહિતી મળતા જ બધા મંદિર પહોંચ્યા. યુવતી બેભાન અવસ્થામાં પડી હતી. પરંતુ કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું નહીં. ઊલટાનું ત્યાં પૂજા અર્ચના થવા લાગી હતી.
માહિતી મળતા જ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની સાથે પોલીસ પણ મંદિરે પહોંચી ગઈ હતી. યુવતીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવાની વાત થઈ તો મંદિરમાં હાજર લોકોએ તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી છોકરીની જીભ પાછી નહીં આવે ત્યાં સુધી મંદિરમાં પૂજા ચાલુ રહેશે. પરંતુ પોલીસ અને પરિવારજનોની મદદથી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીની હાલત ખતરાની બહાર છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સવારે 11 વાગ્યે બની હતી. યુવતીના પરિવારજનોને ખ્યાલ નહોતો કે યુવતી આવું કંઈક કરવા જઈ રહી છે. બાળકીના પિતા લાલમણિ પટેલે જણાવ્યું કે તે ઘરે ન હતા, કોઈ જરૂરી કામ માટે બહાર ગયા હતોૉા. આ અંગે કોઈએ તેને ફોન પર જાણ કરી હતી. જ્યારે તેઓ મંદિર પહોંચ્યા તો જોયું કે પુત્રી મંદિરમાં બેભાન અવસ્થામાં પડી હતી. જ્યારે તેની જીભ પણ ત્યાં જ પડી હતી. સરપંચના પ્રતિનિધિ, ગ્રામ પંચાયત બરાગાંવ સોનેલાલ કોલે જણાવ્યું કે આ છોકરીની શ્રદ્ધા છે અને આ જ વિશ્વાસ માટે તેણે પોતાની જીભ કાપીને બારીની બહારથી માતાના ચરણોમાં ફેંકી દીધી. અમને માહિતી મળતા જ અમે મંદિર પરિસરમાં પહોંચ્યા અને બાળકીની તબિયત વિશે પૂછપરછ કરી.