Transgender Man: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પુત્રી સુચેતના ભટ્ટાચાર્યએ શુક્રવાર (23 જૂન)ના રોજ કહ્યું છે કે તે સેક્સ ચેન્જ કરાવીને જલ્દી જ ટ્રાન્સજેન્ડર મેન બનવા જઈ રહી છે. આ માટે તે સેક્સ ચેન્જની સર્જરી કરાવવાની છે. અગાઉ તેણે કહ્યું હતું કે તે સુચેતન કહેવાનું પસંદ કરશે.
સમાચાર એજન્સી અનુસાર, તાજેતરમાં સુચેતનાએ LGBTQ સમુદાયની એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો જ્યાં તેણે આ વાત કરી હતી. તેણીએ કહ્યું, “મને ઘણીવાર અપમાનિત કરવામાં આવે છે કારણ કે હું કિશોરાવસ્થાથી મારી જાતને એક સ્ત્રી તરીકે નહીં, પરંતુ એક પુરુષ તરીકે જોતી હતી. મને લાગે છે કે હવે હું આ લડાઈ માટે તૈયાર છું.
સુચેતનાની માતાને વાંધો હતો
સુચેતનાએ કહ્યું કે તેના પિતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય હંમેશા તેના નિર્ણયનું સમર્થન કરતા રહ્યા છે, જ્યારે માતા મીરાને વાંધો હોવા છતાં તેણે તેનો વિરોધ કર્યો નથી. સુચેતનાએ કહ્યું કે તાજેતરની LGBTQ કોન્ફરન્સમાં, તેણે પોતાને સુચેતન, એક સામાજિક કાર્યકર અને ‘ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર’ તરીકે ઓળખાવ્યો.
આ પણ વાંચો
અદાણીએ એક કલાકમાં 52000 કરોડ ગુમાવ્યા, એક સમાચારે વાટ લગાવી દીધી, ફરીથી અમેરિકાએ ધુંબો માર્યો
ભારતમાં જ આવું બને હોં, આ ATMમાંથી 5 ગણા પૈસા નીકળવા લાગ્યા, લોકો 5000ના બદલે 25000 લઈને ઘરે ભાગ્યાં
સુચેતનાએ સર્જરી વિશે શું કહ્યું?
તેણે કહ્યું કે તે જલ્દી જ સેક્સ ચેન્જ માટે સર્જરી કરાવશે. સુચેતનાએ કહ્યું, “સોશિયલ મીડિયા પર જે લોકોએ મને ટેકો આપ્યો છે તે તમામનો હું આભાર માનું છું. મને દરેકની શુભેચ્છાની જરૂર છે.” સુચેતનાએ કહ્યું કે સત્તાવાર ઓળખ કાર્ડમાં નામ અને લિંગ બદલવાની કાનૂની પ્રક્રિયા સર્જરી પહેલા થશે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી ભટ્ટાચાર્ય અને તેમની પત્ની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.