Politics News: 2014 પછી પહેલીવાર ભાજપ 272ના જાદુઈ બહુમતીના આંકડાથી પાછળ રહી ગઈ છે. આવી સ્થિતિમાં, આ વખતે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની નજર બીજેપીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુ પર ટકેલી છે.
આ દરમિયાન, એન ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સરકારની રચના અંગે ચર્ચા કરવા બુધવાર (5 જૂન, 2024)ના રોજ યોજાનારી એનડીએ બેઠક અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
વિજયવાડામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, “ચિંતા કરશો નહીં. તમને સમાચાર જોઈએ છે. મેં દેશમાં ઘણા રાજકીય ફેરફારો થતા જોયા છે, પરંતુ હું NDAમાં જ રહીશ. હું એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યો છું.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
તેમણે વધુમાં આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત અને લોકસભા ચૂંટણીમાં ટીડીપીના શાનદાર પ્રદર્શન માટે મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે અમે એનડીએમાં જ રહીશું.