23 ઓગસ્ટ રચાશે મોટો ઈતિહાસ, ચંદ્ર પર એકસાથે 2 ચંદ્રયાન લેન્ડ થશે, હા આ સમાચાર એકદમ સાચા છે, જાણો કઈ રીતે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Russia Moon Mission : આ વર્ષે 23 ઓગસ્ટની તારીખ દુનિયા (world) માટે ખૂબ જ ખાસ બનવાની છે. તે જ દિવસે પહેલીવાર ચંદ્રના દક્ષિણ છેડે 2 દેશોના સ્પેસક્રાફ્ટ (Spacecraft) એક સાથે ઉતરશે. ચંદ્રના આ છેડા સુધી હજુ સુધી કોઈ દેશનું સ્પેસક્રાફ્ટ પહોંચ્યું નથી. જે બે દેશો આ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે તેમાં ભારત અને રશિયાનો સમાવેશ થાય છે. ભારતે ગયા વર્ષે પણ ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ મોકલ્યું હતું, પરંતુ ત્યારે તેને સફળતા મળી શકી નહોતી.

 

રશિયા આજે ચંદ્ર પર મોકલશે અંતરિક્ષયાન

રિપોર્ટ અનુસાર રશિયા મૂન મિશન  (Russia Moon Mission) લગભગ 50 વર્ષ બાદ શુક્રવારે ચંદ્ર પર પોતાનું પહેલું સ્પેસક્રાફ્ટ મોકલશે. તેણે ૧૯૭૬ થી ચંદ્ર પર કોઈ મિશન મોકલ્યું નથી. તે આજે ચંદ્ર પર પોતાનું ‘લુના-25’ વાહન મોકલશે. યુરોપિયન સ્પેસ એજન્સીની મદદ વગર આ વાહન લોન્ચ કરવામાં આવશે. રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ તેણે મોસ્કો સાથેનો સહયોગ સમાપ્ત કરી દીધો છે.

 

 

23 ઓગસ્ટ 2023ના રોજ એક નવો ઇતિહાસ રચાશે.

અહેવાલો અનુસાર, રશિયન અવકાશયાન 23 ઓગસ્ટે ચંદ્ર (Russia Moon Mission)  પર પહોંચે તેવી સંભાવના છે. આ તે તારીખ છે જ્યારે 14 જુલાઇના રોજ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર પગ મૂકશે તેવી આશા છે. બંને દેશોએ પોતાના વાહનોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યાર સુધી કોઇ પણ દેશ આ ભાગ પર પોતાના સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ નથી થઇ શક્યો. ચંદ્ર પર પહોંચેલા ત્રણ દેશો અમેરિકા, તત્કાલીન સોવિયત સંઘ અને ચીન પણ ચંદ્રના ઉત્તરીય છેડા પર સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યા છે.

 

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

ગત વખતે ભારત સુરક્ષિત લેન્ડિંગ કરી શક્યું ન હતું

જણાવી દઈએ કે ભારત (India Moon Mission 2023) એ ગયા વર્ષે પહેલા પ્રયત્નમાં પોતાના ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલ્યું હતું. જોકે, તે સોફ્ટ લેન્ડિંગ સુરક્ષિત રીતે કરી શક્યો નહોતો, જેના કારણે તેનું લેન્ડર ક્રેશ થઇ ગયું હતું. હવે ભારતે એક નવું અવકાશયાન મોકલ્યું છે, જૂના અવકાશયાનની ખામીઓને દૂર કરી છે, જે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ છેડે ઉતરવાની સંભાવના છે. જો આ મિશન સફળ રહેશે તો ભારત પણ સફળ દેશોની હરોળમાં સામેલ થઇ જશે, જે પોતાના સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર મોકલવામાં સફળ રહ્યા છે.

 

 

 

 


Share this Article