India News : દરેક વ્યક્તિ ચંદ્રયાન-3ની ( Chandrayaan 3) સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને તે પહેલા ઇસરોએ (isro) પૂરી તૈયારીઓ કરી લીધી છે. 17 ઓગસ્ટથી ચંદ્રયાન-3 લેન્ડિંગ સાથે જોડાયેલી પોતાની અંતિમ પ્રક્રિયાઓ શરૂ કરશે અને આ સાથે જ દરેક પળ જરૂરી બની જશે. આ દરમિયાન ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે સિવને (k sivan) નિવેદન આપ્યું છે જેનાથી દરેક દેશવાસીનો વિશ્વાસ વધશે. કે સિવને કહ્યું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે ચંદ્રયાન-3 એકદમ સફળ રહેશે.
ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ કરનાર કે.સિવને કહ્યું છે કે 23 ઓગસ્ટની તારીખ એવી છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રયાન-2એ અત્યાર સુધીની તમામ પ્રક્રિયા પણ પૂરી કરી લીધી હતી, પરંતુ લેન્ડિંગ દરમિયાન સમસ્યા સર્જાતા તે સફળ થઇ શક્યું ન હતું. તેમણે કહ્યું કે લેન્ડિંગને લઇને ચિંતા રહેશે, પરંતુ મને વિશ્વાસ છે કે તે સફળ થશે, કારણ કે અમે અમારી ભૂતકાળની ભૂલોથી ઘણું શીખ્યું છે.
કે સિવને ખુલાસો કર્યો કે અમે આ વખતે લેન્ડિંગ માર્જિન વધાર્યું છે, તેમણે કહ્યું કે 17 ઓગસ્ટે યોજાનારી પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં ચંદ્રયાન-3ને બે ભાગમાં વહેંચવાનું છે, એક પ્રોપલ્શન છે અને બીજું લેન્ડર.
ચંદ્રયાન-3 માટે, માત્ર ચંદ્રયાન-2 જ નહીં પરંતુ ચંદ્રયાન-1 મિશનનું નેતૃત્વ કરનાર ડૉ. એમ. અન્નાદુરાઈએ પણ શુભેચ્છાઓ મોકલી છે. તેમણે કહ્યું કે જ્યારે પ્રોપલ્શન અને લેન્ડરને અલગ કરવામાં આવશે ત્યારે લેન્ડરની એક્ટિવિટી ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન 4 થ્રસ્ટર્સ હશે, જેને ISRO વારંવાર તપાસશે અને અંતે લેન્ડર 100*30 KMની રેન્જમાં પહોંચી જશે.
રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…
200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો
ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતાથી ઈસરોને ઘણું શીખવા મળ્યું હતું અને તે પછી ચંદ્રયાન-3માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3માં લેન્ડિંગ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જોડવામાં આવી અને તેને એવી રીતે તૈયાર કરવામાં આવી કે દરેક પરિસ્થિતિમાં તેને ચંદ્ર પર ઉતરવું જ પડશે. ચંદ્રયાન-3ની વાત કરીએ તો આ મિશનને 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારથી દેશવાસીઓની નજર તેના પર છે. 1 ઓગસ્ટના રોજ તે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો અને 16 ઓગસ્ટે અંતિમ મનુવર પણ પૂર્ણ થયું. હવે ઉતરાણની અંતિમ કાર્યવાહી ૧૭ થી ૨૩ ઓગસ્ટની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે.