આમ આદમીને મોટો ફટકો, અદાણીએ મોંઘવારીનો શોટ માર્યો, CNG ગેસના ભાવમાં સીધો આટલો વધારો, લોકો ત્રાહિમામ પોકાર્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
cng
Share this Article

દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. તમામ બાબતો વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં ફરી એકવાર CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણીએ CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે.

CNG ગેસનો ભાવ 75.09 રૂપિયા થયો

વાહન ચાલકોએ અદાણી ગેસના CNG માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. CNGના વધેલા ભાવ મંગળવારથી અમલી થઈ ચૂક્યા છે. આ પહેલા અમદાવાદામાં CNGનો ભાવ 74.29 રૂપિયા હતો. મહત્વનું છે કે 2 મહિના પહેલા કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

cng

એપ્રિલ મહિનામાં થયો હતો ઘટાડો

એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરાયો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ CNG અને PNGના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો

બિહારમાં બ્રિજ ધરાશાયી… કેમ ચર્ચામાં આવ્યો મોરબીનો બ્રિજ અકસ્માત? 6 મહિના પછી શું અપડેટ છે

આ અધિકારીએ 3 મહિના પહેલા જ રેલવેને આપી દીધી’તી ચેતવણી, ભયંકર અકસ્માત વિશે પણ શંકા વ્યક્ત કરી હતી

હવામાન વિભાગની ઘાતક આગાહીથી ફફડાટ, ગુજરાત પર ત્રાટકવાનું છે મોટું વાવાઝોડું? વરસાદને લઈ આવા છે સમાચાર

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

ઉલ્લેખનીય છે કે, ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ- ડીઝલના ભાવ સ્થિર છે. મંગળવારે ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.63 રુપિયા પ્રતિ લિટર, અમદાવાદમાં 96.41 રુપિયા પ્રતિ લિટર, રાજકોટમાં 96.17 રુપિયા પ્રતિ લિટર, સુરતમાં 96.27 રુપિયા પ્રતિ લિટર અને વડોદરામાં 96.07 રુપિયા પ્રતિ લિટર છે.


Share this Article
TAGGED: , ,