યુપીમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસની વધુ એક પોસ્ટર ગર્લ પલ્લવી સિંહ ભાજપમાં જાેડાઈ ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં ચૂંટણી માટે મહિલાઓ પર ફોકસ કરીને લડકી હું લડ સકતી હું…નો નારો આપેલો છે.આ માટેના પોસ્ટરોમાં જે કોંગ્રેસી નેતાઓના ચહેરા દર્શાવાયા હતા તે પૈકી પલ્લવી સિંહ ત્રીજી મહિલા નેતા છે જે ભાજપમાં જાેડાઈ ગયા છે.
આ પહેલા પોસ્ટરમાં દર્શાવાયેલા ડો.પ્રિયંકા મૌર્ય અને વંદના સિંહ ભાજપમાં સામેલ થઈ ચુકી છે.ડો.પ્રિયંકા મૌર્યે તો પ્રિયંકા ગાંધીના સચિવ પર ટિકિટ માટે લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે, પાર્ટીમાં જે પણ ગોટાળા ચાલી રહ્યા છે તેની સામે બોલવાની હિંમત કોઈનામાં નથી.