ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જાેકે, દેશના અમુક રાજ્યોને બાદ કરતા સ્થિતિ તમામ જગ્યાએ કાબૂમાં છે. આવામાં દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે કોરોનાનો ખતરો વધી રહ્યો છે તે જાેતા ફરી એકવાર માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અગાઉ કોરોના લગભગ ગાયબ થઈ જવા જેવી સ્થિતિ બની હતી ત્યારે દિલ્હીની કેજરીવાલ સરકારે લોકોને માસ્કથી મુક્તિ આપી દીધી હતી.
માસ્ક પહેરવાનું દિલ્હીમાં ફરજિયાત કરવાની સાથે ના પહેરનારા લોકોને મોટો દંડ ફટકારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ની દિલ્હીમાં મળેલી બેઠક દરમિયાન માસ્ક પહેરવાનું ફરિયાદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવેથી દિલ્હીમાં માસ્કથી મુક્તિ મળ્યા બાદ ફરી એકવાર માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
બીજી તરફ સ્કૂલો બંધ નહીં કરવાનો પણ ર્નિણય ડીડીએમએની બેઠકમાં લેવામાં આવ્યો છે. સ્કૂલો ચાલુ રાખવા અંગે એક્સપર્ટ પાસેથી લેવામાં આવેલી સલાહના આધારે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. દિલ્હી સરકાર માસ્ક ફરજિયાત કરવાના સંબંધમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો અધિકારીઓએ સામાજિક સમારોહ પર કડક નજર રાખવા અને રાજધાનીમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ભાર આપ્યો છે.
વધુમાં સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ મુજબ બુધવારે કોરોનાના નવા ૬૩૨ કેસ સામે આવ્યા છે અને સંક્રમણ દર ૪.૪૨ ટકા થઈ ગઈ હતી. રાજધાનીમાં કેસની સંખ્યામાં વધારો થતા કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને એલર્ટ કરી છે. કેન્દ્રએ દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણને વધતંળ અટકાવવા માટે નજર રાખવા અને ચિંતાવાળા વિસ્તારોમાં જરૂર પડે યોગ્ય પગલા ભરવાની સલાહ આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં દિલ્હી અને અન્ય ચાર રાજ્યોને “ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રેસિંગની સાથે રસીકરણ અને કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય” તે દિશામાં જરુરી પગલા ભરવા માટે જણાવ્યું છે. આ સાથે પત્રમાં ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા અંગે વધુ ભાર આપવા માટે જણાવવામાં આવ્યું છે.