કોરોના વાયરસની મહામારીનો ખતરો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. એશિયા અને યૂરોપના ઘણા દેશોમાં કોરોનાની ચોથી લહેર ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. કોરોનાના વધતા કેસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસએ કહ્યું કે અમે અંધ બની ગયા છીએ. દેશો એ જાેવામાં અસમર્થ છે કે ઓછા પરીક્ષણને કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આને હળવાશથી ન લો, નહીંતર સમય જતાં તે મોટું જાેખમ ઉભું કરી શકે છે.
તેમણે બધા દેશોને કોવિડના ચેપ પર નજર રાખવાનો આગ્રહ કર્યો છે. કોરાનાની ચોથી લહેર ચાલી રહી છે ત્યારે ડબ્લ્યૂએચઓના ચીફ જણાવે છે કે ઘણા દેશોએ કોરાનાના ટેસ્ટ કરવાના બંધ કરી દીધા છે અને સંગઠનને વાયરસ ટ્રાન્સમિશન અને સીક્વેન્સિંગ વિશે બહુ ઓછી માહિતી મળી રહી છે. તેમને ભાર આપીને કહ્યું છે કે કોરોનાનો ખતરો ઓછો નથી થયો. આથી દેશોએ તેના વિશે બેફિકર થવાનું બંધ કરી દેવું જાેઇએ. વાયરસને સહેજ પણ હળવાશથી ન લો કારણ કે તેને અવગણવાથી મોટું જાેખમ થઇ શકે છે.
ડબ્લ્યૂએચઓના ટેકનિકલ લીડ મારીયા વેન કારખેવ કહે છે કે હાલના સમયમાં કોરોના વાયરસનો ઓમીક્રોન વેરિઅન્ટ ચિંતાનો વિષય બન્યો છો, જે નવા કેસ માટે જવાબદાર છે. જાેકે તેનો એક સબવેરિઅન્ટ પણ આવી રહ્યો છે અને તે ચિંતા વધારી રહ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ડબલ્યુએચઓ ચીફે કહ્યું છે કે ઘણા દેશો કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે અને પરીક્ષણ બંધ કરી દીધું છે. અમે અંધ બની ગયા છીએ.
દેશો એ જાેવામાં અસમર્થ છે કે ઓછા પરીક્ષણને કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આને હળવાશથી ન લો, નહીંતર તે પછીથી મોટો ખતરો પેદા કરી શકે છે. ડબલ્યુએચઓ દ્વારા આયોજિતપ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના સભ્ય વિલિયમ રોડ્રિગ્ઝે કહ્યું છે કે કોરોનાના ઓમીક્રોન વેરિઅન્ટે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ વિનાશ કર્યો છે. આ વેરિઅન્ટના કારણે સમગ્ર વિશ્વમાં નવા કેસોમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં ટેસ્ટિંગના દરમાં ૭૦ થી ૯૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. ઓછા પરીક્ષણને કારણે, અમે સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે.
ધ્યાનમાં રાખો કે કોરોનાના ફેલાવાને રોકવા માટે પરીક્ષણ જરૃરી છે અને આ રીતે તમારી આંખો બંધ કરવાથી આગળ જતા જાેખમ વધી શકે છે. ડબ્લ્યૂએચઓના ટેકનિકલ લીડ મારીયા વેન કારખેવે કહ્યું છે કે કોરોનાનો નેક્સ્ટ વેરિઅન્ટ કેવો હશે, તે અમારી ચિંતાનું મુખ્ય કારણ છે અને આપણે તેને લઇને પુરતી તૈયારી કરવી પડશે. હાલમાં ઓમીક્રોન દુનિયાભરમાં ચિંતાનો વિષય બન્યો છે અને સંગઠન હાલમાં તેના સબવેરિઅન્ટ જેમકે બીએ.૪, બીએ.૫, બીએ૨.૧૨.૨ પર નજર રાખી રહ્યા છીએ.
એશિયા અને યૂરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસની ચોથી લહેર આવી ગઇ છે. આમાં સૌથી વધારે ખરાબ હાલત, ચીન, સાઉથ કોરિયા, યૂકે અને અમેરિકાની છે. ત્યાં દરરોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મોટાભાગના દેશોમાં કોરોનાના ઓમીક્રોનને કારણે કેસ વધી રહ્યા છે. જાે આપણે ભારતની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં જ રોજના ૨૦૦૦ જેટલા કેસ સામે આવી રહ્યા છે.