India News: ઉત્તર પ્રદેશના દેવરિયામાં શનિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ડુમરી ગામમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે. ખરેખર બન્યું એવું કે ઘરે ચા બનાવતી વખતે LPG સિલિન્ડર ફાટ્યો. આ અકસ્માતમાં એક મહિલા અને ત્રણ બાળકોના મોત થયા હતા. મામલો ભલુઆની પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરી ગામનો છે. કહેવાય છે કે ડુમરી ગામના રહેવાસી શિવ શંકર ગુપ્તાની પત્ની આરતી દેવી ઘરે ચા બનાવી રહી હતી. ત્યારે અચાનક સિલિન્ડર ફાટ્યો. આ પછી થોડી જ વારમાં ઘરમાં આગ ફેલાઈ ગઈ.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
આ અકસ્માતમાં 35 વર્ષની આરતી અને તેના ત્રણ બાળકો આંચલ 14 વર્ષ, કુંદન 12 વર્ષ અને સૃષ્ટિ 11 મહિનાનું કરૂણ મોત નીપજ્યું હતું. સિલિન્ડર વિસ્ફોટની માહિતી મળતાં જ ડીએમ એસપી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને ઘટના સ્થળની તપાસ કરી અને સંપૂર્ણ રિપોર્ટ સરકારને મોકલી આપ્યો. દેવરિયાના ડીએમ અખંડ પ્રતાપ સિંહે જણાવ્યું કે શનિવારે સવારે ડુમરી ગામમાં એક મહિલા ગેસ પર ચા બનાવી રહી હતી. આ દરમિયાન સિલિન્ડર વિસ્ફોટને કારણે એક મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા.