સિંધ પ્રાંતના જૈકબાબાદથી આવતી મનીષા રોપેટાએ આ મુકામ પ્રાપ્ત કરવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો. સૌથી મોટો પડકાર સમાજની વિચારસરણી હતી. મનીષા રોપેટાનું કહેવું છે કે બાળપણથી લઇને જવાની સુધી મેં અને મારી બહેનોએ અહીં જૂની વ્યવસ્થા જાેઇ છે. જાે કોઈ છોકરીને ભણવું છે અથવા શિક્ષિત થયું છે, તો તે માત્ર ડોક્ટર અથવા ટીચર જ બની શકે છે. મનીષાનું કહેવું છે કે મધ્યમ વર્ગીય પરિવારથી હોવાને કારણે તેમને હંમેશા સાંભળવું જ પડ્યું કે, સારા પરિવારની છોકરીઓ પોલીસમાં જતી નથી અથવા તેમને જિલ્લા કોર્ટમાં કામ કરવું જાેઇએ નહીં.
તેઓ આ વિચારસરણીને તોડવા માંગતી હતી. આપણા સમાજમાં મહિલાઓને સૌથી વધારે દબાવવામાં આવે છે અને ઘણા ગુનાઓમાં તેમને ટાર્ગેટ બનાવવામાં આવે છે. હું પોલીસ સેવામાં એટલા માટે આવી છું કેમ કે મને લાગે છે કે આપણા સમાજમાં ‘મહિલા રક્ષકો’ની જરૂરિયાત છે. મનીષા રોપેટાએ સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા કહ્યું કે, તેમને હવે ઘણું સારુ લાગે છે કે તેમણે તેમના તમામ સંબંધીઓને ખોટા સાબિત કર્યા છે.
તે હવે નવા પડકારો માટે તૈયાર છે. તે મહિલાઓની રક્ષક બનશે. તેઓ આ પિતૃસત્તાક સમાજમાં લૈંગિક સમાનતા અને નારીવાદને પ્રોત્સાહિત કરવા માટે કામ કરશે.પાકિસ્તાનમાં મનીષા રોપેટાએ તે કરી દેખાળ્યું છે, જે ઘણું અલગ છે. સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કર્યા બાદ મનીષા દેશની પહલી હિન્દુ મહિલા ડીએસપી બનવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી ચુકી છે. જાેકે, તેમની આ યાત્રા એકદમ સરળ ન હતી.
ત્યાં સુધી પહોંચાવા માટે તેમણે ના માત્ર તેમના સંબંધીઓને ખોટા સાબિત કર્યા, પરંતુ સમાજની સારા ઘરની મહિલાઓ પોલીસ સેવામાં જતી નથી, એવી વિચારસરણી સાથે લડવું પડ્યું. મનીષા રોપેટાની ઉંમર ૨૬ વર્ષ છે. તેમણે ગત વર્ષ જ સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી અને હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. પરીક્ષામાં સફળ ૧૫૨ લોકોના મેરિટમાં તેમનું સ્થાન ૧૬ મું રહ્યું. તેમને જલ્દી ક્રાઈમ માટે કુખ્યાત લ્યારી વિસ્તારના ડીએસપી તરીકે તૈનાત કરવામાં આવશે. આ કરનાર તેઓ દેશની પહેલી હિન્દુ મહિલા છે.]