ગુજરાત પર આવી રહી છે આસમાની આફત, દ્વારકા અને મોરબીના બંદર પર 4 નંબરનું સિગ્નલ

Desk Editor
By Desk Editor
Share this Article

Cyclone Biporjoy : આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં બિપોરજોય વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થયો છે, આ સાથે જ દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાના મોજા પણ પવનને કારણે 10 થી 15 ફૂટ ઊંચા ઉડી રહ્યા છે, જેને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 4 નંબરનો સિગ્નલ લગાવી દેવામાં આવ્યો છે.

રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ ભારે પવનને લીધે ઘરોના પતરા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને, અત્યાર સુધી બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા છે, પરંતુ દ્વારકા અને મોરબીના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

 

 

પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ,મોરબી, દ્વારકા,ઓખા પીપાવાવ પોર્ટ, જાફરાબાદ, કચ્છ પવનની ગતિ વધુ જોવા મળતા 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયા વિસ્તારમાં આજે સવારથી પવનની ગતિમાં પણ વધારો થયો છે, અને દરિયો પણ તોફાની બન્યો હોવાના કારણે 4 નંબરનું સિગ્નલ દરિયાકાંઠા વિસ્તારોમાં લગાવવામાં આવ્યું છે, તેમ જ આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા છે. દરિયાકિનારે સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે.

 

દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધી છે.પાટણ જિલ્લામાં મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો. મોડી રાત્રે ફૂંકાયેલા પવને તારાજી સર્જી છે. રાધનપુરના કેટલાક ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે જાવંત્રી ગામે મકાનોના પતરા ઉડ્યા હતા. ભારે પવનના કારણે અનેક કાચા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. 10 થી વધારે કાચા મકાનોના પતરા ઉડયા હતા. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સોમનાથના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. સાથે જ દરિયામાં તેજ પવન સાથે તોફાની મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે.

 

 

ગુજરાત રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધ્યું છે. વાવાઝોડાનાં સંકટને લઈને મોરબી તંત્ર એલર્ટ છે, મોરબીના નવલખી બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે,ખતરો વધતા 2 નંબરનું સિગ્નલ ઉતારી 4 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું  છે. જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સરકારની સૂચના છે.

 

 


Share this Article