આધાર કાર્ડ દ્વારા સરકાર દ્વારા દેશવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ અને યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ ધારકોને 4.78 લાખ રૂપિયાની લોન આપશે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આધાર કાર્ડ દ્વારા લોકોને લોન આપી રહી છે. આ મેસેજની સાથે લોન માટે અરજી કરવાની લિંક પણ આપવામાં આવી છે.
આધારકાર્ડ ધારકોને લાખોની લોનનો મેસેજ વાયરલ
વાઈરલ થઈ રહેલા મેસેજની પીઆઈબી ફેક્ટ ચેક કરવામાં આવી ત્યારે તેને લગતી વાસ્તવિકતા સામે આવી હતી. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેના આધારે બનાવટનો પ્રયાસ કરી શકાય છે. PIB ફેક્ટ ચેક દ્વારા સલાહ આપવામાં આવે છે કે તમારી નાણાકીય અને અંગત માહિતી કોઈની સાથે શેર ન કરો.
સામે આવી મેસેજની હકિકત
કેન્દ્ર સરકારના અધિકૃત ફેક્ટ ચેકર ‘PIB ફેક્ટ ચેક’એ લોકોને આવા કોઈ ભ્રામક મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું છે. PIB ફેક્ટ ચેક દ્વારા ઉપરોક્ત સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ દાવો સંપૂર્ણપણે નકલી છે. સરકાર દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
એપલ વોચે બચાવી લીધો મહિલાનો જીવ, હ્રદય પણ બંધ થઈ ગયુ હતુ, ડૉક્ટરો પણ દંગ રહી ગયા!
આ વસ્તુને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય ચમકી જશે, રૂપિયાનો વરસાદ થશે, માતા લક્ષ્મીની રહેશે કાયમ કૃપા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે. આ લોન આધાર કાર્ડ દ્વારા મળશે. આમાં ફાઈલ ચાર્જ અને વ્યાજ દર વગેરેની ચર્ચા કરવામાં આવી નથી. મેસેજ સાથે આપેલી લિંક પર લોન માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું છે.