અમેરિકામાં પણ યુપીમાં યોગી આદિ્ત્યનાથની જીતની ઉજવણી થઈ છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં હાઉડી મોદી ઈવેન્ટ યોજાઈ હતી .હવે અહીંયા રહેતા ભારતીયોએ હાઉ ડી યોગી નામે એક કાર રેલીનુ આયોજન કર્યુ હતુ. રેલીમાં સામેલ લોકોએ કહ્યુ હતુ કે, યોગીના ફરી સીએમ બનવાના સમર્થનમાં અમે આ રેલીમાં ભાગ લીધો હતો.
કારણકે અમારુ માનવુ છે કે, દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં ગુનાખોરી ઓછી થઈ છે, માળખાકીય સુવિધાઓ સુધરી છે, મહિલા અધિકાર મળી રહ્યા છે અને આરોગ્ય સેવામાં પણ સુધારો થઈ રહ્યો છે. લોકોએ કહ્યુ હતુ કે, યુપીમાં તમામ વિકાસ કાર્ય ધર્મ કે જાતિ કે રાજકીય ભેદભાવ વગર હાથ ધરવામાં આવ્યા છે.
હ્યુસ્ટનમાં રહેતા ભારતીયોનો યુપી સાથે ભાવનાત્મક, પારિવારિક અને વ્યક્તિગત નાતો છે.
લોકોનુ કહેવુ છે કે, મોદી અને યોગીની ડબલ એન્જિનવાળી સરકાર આગામી પાંચ વર્ષ સુધી જરુરી છે.
ચોંકાવનારી વાત એ છે કે, રેલીના આયોજન સામે ધમકીઓ આપવામાં આવી હતી.આમ છતા ભારતીયોએ પોલીસની મદદ લઈને પણ રેલીનુ આયોજન કર્યુ હતુ.