કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ મીટર જેટલો છે. ત્યાં દર વખતે ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ બહુજ મોટી સંખ્યામાં આવતા હોય છે, તેમનું વખતે પણ આગમન થયું છે. ચાલુ વર્ષે ૫૦૦૦૦વિદેશી પક્ષીઓના માળા અને બચ્ચાઓની નવી વસાહત જોવા મળી છે.
યુરોપના દેશોમાં હિમ વર્ષા થતા રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે અહી તેને અનુકૂળ વાતાવરણ મળી આવે છે. હાલમાં રણની અંદર મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ખાસ કરીને શિયાળામાં ઠંડી હોવાથી આ પક્ષીઓ અહીંયા ખોરાકની શોધ માં આવે છે. સાથે અહીંયા આ જગ્યામાં તે નેસ્ટિંગ પણ કરે છે.
બતક, ફ્લેમિંગો, સુરખાબ,તેમજ કુંજ જેવા અલગ અલગ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીંયા આવેછે. અને લગભગ શિયાળાના ચાર મહિના તે અહિયાં જ રોકાય છે.
આ પક્ષીઓ વહેલી સવારે વધુ જોવા મળે છેઆ પક્ષીઓને જોવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, અને એક આહલાદક નજારો જોવા મળે છે. અહીંયા કોઈ આ પક્ષીઓનો શિકાર ન કરે અથવા તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. સાથે સાથે પ્રવાસીઓને આ વિદેશી પક્ષી વિષેની માહિતી પણ આપવામાં આવે છે.
આ વખતે 50,000 જેટલા માળા અહી જોવા મળેલ છે. સાત સમુંદર પાર કરીને આવેલા ૫૦ હજારથી વધુ વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણમાં આહલાદક નજારો સર્જી રહ્યા છે.