ભારતમાં કુલ 28 રાજ્યો એવા છે કે જેમાં અલગ-અલગ મુખ્યમંત્રી છે. રાજ્ય સ્તરે મુખ્ય પ્રધાનનું સ્થાન કેન્દ્રમાં વડા પ્રધાન જેવું જ છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીનો પગાર અલગ-અલગ હોય છે કારણ કે દરેક રાજ્યમાં મંત્રીઓ માટે અલગ-અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. અન્ય સરકારી કર્મચારીઓને તેમનો પગાર મળે છે તે રીતે તેઓને માસિક ધોરણે ચૂકવણી કરવામાં આવે છે.
મુખ્ય પ્રધાનોને માત્ર મુખ્ય પ્રધાન તરીકે જ પગાર મળતો નથી, પરંતુ તેઓ વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યો તરીકે પણ પગાર મેળવે છે. ભારતના બંધારણ મુજબ કલમ 164 એ પરિકલ્પના કરે છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાએ મુખ્યમંત્રીના પગાર અને ભથ્થા નક્કી કર્યા છે.
આ મુજબ છે રાજ્યોના મુખ્ય પ્રધાનોના પગાર:
-તેલંગાણા: ₹4,10,000
-દિલ્હી: ₹3,90,000
-ઉત્તરપ્રદેશ: ₹3,65,000
-મહારાષ્ટ્ર: ₹3,40,000
-આંધ્રપ્રદેશ: ₹3,35,000
-ગુજરાત: ₹3,21,000
-હિમાચલપ્રદેશ: ₹3,10,000
-હરિયાણા: ₹2,88,000
-ઝારખંડ: ₹2,72,000
-મધ્યપ્રદેશ: ₹2,55,000
-છત્તીસગઢ: ₹2,30,000
-પંજાબ: ₹2,30,000
-ગોવા: ₹2,20,000
-બિહાર: ₹2,15,000
-પશ્ચિમબંગાળ: ₹2,10,000
-તમિલનાડુ: ₹2,05,000
-કર્ણાટક: ₹2,00,000
-સિક્કિમ: ₹1,90,000
-કેરળ: ₹185,000
-રાજસ્થાન: ₹175,000
-ઉત્તરાખંડ: ₹1,75,000
-ઓડિશા: ₹ 1,60,000
-મેઘાલય: ₹1,50,000
-અરુણાચલપ્રદેશ: ₹1,33,000
-આસામ: ₹1,25,000
-મણિપુર: ₹1,20,000
-નાગાલેન્ડ: ₹1,10,000
-ત્રિપુરા: ₹1,05,500