પંજાબના ભટિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કેન્ટોનમેન્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેન્ટમાં ફાયરિંગ થયું છે જેમાં 4 જવાનોના મોત થયા છે.
સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર આજે સવારે લગભગ 4.35 વાગ્યે થયેલા ગોળીબારની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે.
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત
સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ
કેન્ટોનમેન્ટની અંદર લોકોના પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીઓને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ કેન્ટ પહોંચી રહ્યા છે. ભટિંડા કેન્ટોનમેન્ટ એશિયાની સૌથી મોટી લશ્કરી છાવણી છે. આ મિલિટરી સ્ટેશનની બાઉન્ડ્રી લગભગ 45 કિલોમીટર છે. અહીંનો દારૂગોળો ડેપો દેશના સૌથી મોટા ડેપોમાંથી એક છે.