India News: પંજાબના જલાલાબાદ જિલ્લામાં એક સલૂનની બહાર બેઠેલા કેટલાક મિત્રોમાં નાસભાગ મચી ગઈ જ્યારે અચાનક ઉડતો સાપ તેમનો પીછો કરવા લાગ્યો. આ ઉડતા સાપે સમગ્ર વિસ્તારના લોકોના દિલમાં આતંક મચાવ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે સાપને સલૂનની બહાર ઉડતો અને લોકો તેનાથી પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.
लोगों ने देखा हवा में उड़ता हुआ सांप, वीडियो देख रह जाएंगे दंग
जलालाबाद में सैलून के बाहर कैमरे में कैद हुई आश्चर्यजनक घटना
रात में 2 युवकों ने देखा हवा में उड़ता हुआ सांप
इस खौफनाक घटना के बाद सदमे में है युवक pic.twitter.com/Iua8j7wYUS
— Pooja Mishra (@PoojaMishr73204) June 3, 2024
‘ફ્લાઇંગ સ્નેક’એ લોકોના હોશ ઉડાડી દીધા
આ ઘટના જલાલાબાદ જિલ્લાના બાગે મોડ ગામ પાસે બની હતી. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો સ્કૂટર અને બાઈક પાસે ઉભા રહીને સલૂનની બહાર વાત કરતા જોવા મળે છે. ત્યારે વીડિયોમાં અચાનક એક સાપ ઉડતો જોવા મળે છે. ઉડતા સાપને જોઈને બધા ડરી ગયા અને અહીં-તહીં ભાગવા લાગ્યા. સલૂન માલિકે જણાવ્યું કે તેણે ખૂબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો અને તે પોતાના ઘરે પરત જવા માટે સક્ષમ બન્યો. સલૂનના માલિકે જણાવ્યું કે આ ઘટના 1 જૂને રાત્રે 8 વાગ્યે બની હતી.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
ભારે મુશ્કેલીથી જીવ બચાવ્યો
જિલ્લાના બાગે ગામના વળાંક પર સ્થિત બ્રોસ હેર સલૂનના ડિરેક્ટર ચરણપ્રીત સિંહે જણાવ્યું હતું કે 1 જૂને ચૂંટણી હોવાથી દુકાન માટે વધુ કામ નહોતું. તેથી તે લગભગ 8.15 વાગ્યે સલૂનની બહાર તેના સલૂનમાં કામ કરતા લોકો સાથે બેઠો હતો. દરમિયાન તેણે દુકાનની બહાર એક સાપ ઉડતો જોયો. આ પછી સાપ આ લોકોની પાછળ ગયો. ઉડતો સાપ સલૂનના કાચ સાથે અથડાયો અને નીચે પડી ગયો, ત્યારબાદ આ લોકો અવાજ કર્યા વિના કોઈક રીતે પોતાના ઘર તરફ ભાગી ગયા. એક દિવસ પછી જ્યારે ચરણપ્રીત સિંહ સલૂનમાં ગયો ત્યારે તેણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. અહીં તેણે તમામ કેમેરામાં કેદ થયેલા જોયા.