મણિપુરમાં ફરી હિંસા ભડકી, હવે ચુરાચંદપુર જિલ્લાનો વિસ્તાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો

Desk Editor
By Desk Editor
Share this Article

Maniput riots: મણિપુરમાં હિંસા અટકે તેમ લાગતું નથી. હવે અહીં ચુરાચંદપુર જિલ્લામાં હિંસા ભડકી ઉઠી છે. જાણકારી મુજબ અહીં થોરબુંગ વિસ્તારોમાં ભારે ફાયરિંગ થઇ રહ્યું છે. હાલ આ ફાયરિંગમાં કેટલી જાનહાનિ થઇ તે જાણી શકાયું નથી. થોર્બુંગ વિસ્તાર સૌથી સંવેદનશીલ રહે છે.

 

 

મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી ‘ટ્રાઇબલ યુનિટી માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યાર બાદ ત્યાં સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની કુલ વસતીમાં મૈતેઇ લોકોની સંખ્યા લગભગ 53 ટકા છે અને તેમાંના મોટા ભાગના લોકો ઇમ્ફાલ ખીણમાં વસે છે, જ્યારે 40 ટકા લોકો નાગા અને કુકીઓ સહિત આદિવાસીઓ છે અને મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

 

 

મણિપુરને લઈને સંસદમાં હંગામો

મણિપુર હિંસાને લઈને રસ્તાથી લઈને સંસદ સુધી હંગામો થઈ રહ્યો છે. 20 જુલાઈથી શરૂ થયેલું ચોમાસું સત્ર સતત મુલતવી રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં વિરોધ પક્ષો મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. તેઓ આ મામલે પીએમ નરેન્દ્ર મોદી પાસે જવાબ માંગી રહ્યા છે. તેમણે આ મામલે પીએમને જવાબ આપવા માટે 26 જુલાઈએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. જો કે આ અંગે ચર્ચા કરવા માટે આગામી સપ્તાહે સમય નક્કી કરવામાં આવ્યો છે.

રાજ્યસભામાં મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી વખતે અધ્યક્ષ જગદીપ ધનખડની ખુરશી સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ આપના સાંસદ સંજય સિંહને આખા સત્ર માટે હાંકી કાઢવામાં આવ્યા છે. સાથે જ વિપક્ષી ગઠબંધન ‘ભારત’એ ગુરૂવારે એક મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોના સાંસદો કાળા કપડામાં પહોંચ્યા હતા. મણિપુર પર ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં વિપક્ષના સાંસદોએ કાળા કપડાં પહેર્યા હતા.

 

 

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

મણિપુરની નવ કુકી જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરતી જોમી કાઉન્સિલ સ્ટીઅરિંગ કમિટી (ઝેડસીએસસી)એ પ્રધાનમંત્રીને પત્ર લખીને દેશના આ સંવેદનશીલ અને વ્યૂહાત્મક પૂર્વીય ખૂણામાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં બંધારણીય અને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે, તરત જ કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવી જરૂરી બની ગઈ છે.

ઝેડસીએસસીએ દાવો કર્યો હતો કે રાજ્યભરમાંથી સુરક્ષા દળોના 5,000 થી વધુ અત્યાધુનિક શસ્ત્રો અને લાખો દારૂગોળો લૂંટી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે, ખીણના તમામ જિલ્લાઓમાં સશસ્ત્ર દળ (વિશેષ શક્તિઓ) અધિનિયમ ફરીથી લાગુ કરવો જોઈએ, જેથી સૈન્ય સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે.

 

સમિતિએ પીએમને લખેલા પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે કુકી-જોમી આદિવાસીઓ સાથે અન્યાય, સંસ્થાકીય ઉપેક્ષા અને ભેદભાવ ઘણા દાયકાઓથી ચાલુ છે. સમગ્ર વિશ્વના અંતરાત્માને જાગૃત કરનારી વાયરલ વિડિઓ ક્લિપ મણિપુરમાં હાલના સંઘર્ષનું એક ઉદાહરણ છે. આ પત્રમાં બે કૂકી મહિલાઓની ક્રૂરતાના વીડિયોનો ઉલ્લેખ છે. આ ઘટના ૪ મેના રોજ બની હતી અને ૧૯ જુલાઈએ વાયરલ થઈ હતી.

મણિપુરના કયા કયા વિસ્તારો પ્રભાવિત છે?

આમ જોવા જઈએ તો હિંસાની આગમાં આખું મણિપુર સળગી રહ્યું છે. અહીં 3 મેથી ઈન્ટરનેટ બંધ છે. ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ છે. રવિવારે મણિપુરના ચુરાચંદપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ એ જ જગ્યા છે જ્યાં 3 મેથી હિંસા શરૂ થઈ હતી. નાગા અને કુકી સમુદાયોએ અહીં ‘આદિવાસી એકતા કૂચ’ કાઢી હતી. આ પદયાત્રા મૈતેઇ સમાજની એસટીનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં હતી. માર્ચમાં હિંસા ભડકી ઉઠી હતી.

 

 

રવિવારે ચુરાચંદપુરમાં ફાયરિંગ અને આગચંપીની ઘટના બની હતી. જે વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી ત્યાં રસ્તાની એક તરફ મૈતેઇ સમાજના અને બીજી બાજુ કુકી સમાજના ગામો છે. આ પહેલા શનિવારે રાત્રે અહીં તોરબુંગ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. આ ઉપરાંત થોઉબલ જિલ્લાની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. મૈતેઈ થોઉબલ જિલ્લામાં બહુમતી છે.

 

5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’

40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી

વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ

 

આ તે જ જિલ્લો છે જ્યાં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કેસના મુખ્ય આરોપી ખુયરમ હેરદાસની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના સિવાય બીજા પણ ઘણા આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે. આ બધા ઉપરાંત સૌથી વધુ તણાવ મણિપુરના પહાડી વિસ્તારોમાં છે. કારણ કે કુકી અને નાગા સમુદાય પહાડી વિસ્તારોમાં સ્થાયી થયા છે.

 

 

 


Share this Article