જો તમને શાહરૂખ ખાન કે યુવરાજ સિંહના ઘરે રહેવાનો મોકો મળે તો શું તમે ત્યાં રહેવાનું પસંદ કરશો? તમે કહેશો કે આ વાતો બકવાસની છે, આ કેવી રીતે થઈ શકે. હા, જો તમારું કોઈ ક્રિકેટર, એક્ટર કે ફેમસ વ્યક્તિના ઘરે રહેવાનું સપનું હોય તો તમે તેને પૂરું કરી શકો છો. ભારતમાં એવી ઘણી હસ્તીઓ છે જેમની પાસે એક નહીં પરંતુ ઘણા ઘર છે અને તેઓ લોકોને થોડા રૂપિયામાં આ ઘરોમાં રહેવાની મોટી તક આપી રહ્યા છે. તો ચાલો અમે તમને તે સેલિબ્રિટીઓના ઘરો વિશે જણાવીએ. તેમના આલીશાન ઘરોમાં રહીને તમે તમારી સફરને સંપૂર્ણ આરામ સાથે યાદગાર બનાવી શકો છો.
*શાહરૂખ ખાનનું દિલ્હીનું ઘર:
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો દિલ્હીનો બંગલો ખૂબ જ સુંદર છે. થોડા દિવસો પહેલા તેણે લોકોને દિલ્હીમાં બંગલામાં રહેવાનો મોકો આપ્યો હતો. તેમની પત્ની ગૌરી ખાન વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. આ ઘર તેણે થોડા દિવસ પહેલા જ ડિઝાઇન કર્યું હતું. તેમણે હોમ વિથ ઓપન આર્મ્સ અભિયાન હેઠળ લોકોને રહેવાની તક આપી છે.
*યુવરાજ સિંહનું ગોવામાં ઘર:
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહનું ગોવામાં ઘર પણ બુક થઈ શકે છે. તેણે હાલમાં જ ગોવામાં પોતાના માટે એક ઘર ખરીદ્યું છે. થોડા દિવસ પહેલા જ તેણે છ લોકોના સમૂહ માટે અહીં રહેવાની જાહેરાત કરી હતી. તમે ત્રણ બેડરૂમના હોલિડે હોમમાં બે દિવસ સુધી રહી શકો છો. આ ઑફર 14-16 ઑક્ટોબરની વચ્ચે છે. બે રાત માટે પ્રતિ રાત્રિનું ભાડું માત્ર 1,212 રૂપિયા રાખવામાં આવ્યું છે.
*સંગીત નિર્દેશક વિશાલનો ગોવામાં આલીશાન વિલા:
મ્યુઝિક ડાયરેક્ટર વિશાલ રવિજાની પાસે તેમના ઘર સિવાય ત્રણ બેડરૂમ ધરાવતો લક્ઝુરિયસ વિલા છે. ગોવામાં સ્થિત આ વિલામાં તમને હોટલની તમામ સુવિધાઓ મળશે. અહીં રહેવાનું ભાડું 35 હજાર રૂપિયા પ્રતિ રાત્રિ છે.
અર્જુન માથુરનુ ગોવામાં લક્ઝરી ઘર:
એમી નોમિનેટેડ એક્ટર અર્જુન માથુરે નોર્થ ગોવામાં એક લક્ઝરી ઘર ખરીદ્યું છે. તેમના ઘરનું નામ ટ્રાન્કિલ હેવન છે. આ ઘરમાં તમને એક પૂલ અને ખાનગી બગીચો પણ મળશે. અહીં રહેવા માટે એક રાતનું ભાડું 7,928 રૂપિયા રાખવામાં આવ્યું છે.
*પ્રકૃતિ પ્રેમીઓ માટે સપના ભવનાનીનુ ઘર:
સપના ભવનાની હેરસ્ટાઈલિસ્ટ છે. તેમનું મુંબઈમાં 350 ચોરસ ફૂટનું નાનું ઘર છે. જો તમે એકથી બે દિવસની રજાઓ ગાળવા માંગતા હોવ તો આ જગ્યા ખૂબ જ સારી છે. અહીં હાથથી બનાવેલો નાનો પ્લન્જ પૂલ છે, જે ચારે બાજુથી કાચથી ઢંકાયેલો છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો તમારે આ ઘરમાં રહેવાની યોજના બનાવવી જોઈએ. અહીં એક દિવસ રહેવાનો ખર્ચ 4000 રૂપિયા છે.