નવી દિલ્હી: દૂધ અને દહીં સહિત તમામ ડેરી ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યા બાદ ઘી અને માખણના ભાવ પણ આસમાને આંબી ગયા છે. સરકાર ટૂંક સમયમાં આ બંને પ્રોડક્ટની કિંમતો ઘટાડવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે ઘી અને માખણ પરના જીએસટી દરમાં લગભગ 7 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ પછી બંને ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થશે.
Livemint અનુસાર, સરકાર ઘી અને માખણ પરનો વર્તમાન 12 ટકા GST ઘટાડીને 5 ટકા કરશે. આ કારણે કિંમતોમાં લગભગ 4 ટકાનો ઘટાડો થઈ શકે છે. 2023માં દૂધના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં દૂધના ભાવમાં 21.9 ટકાનો વધારો થયો છે. પશુઆહારના ભાવમાં સતત ઉછાળા બાદ આ વધારો થયો છે અને તેની અસર ઘી અને માખણના ભાવ પર પણ જોવા મળી રહી છે.
ફીટમેન્ટ કમિટીને દરખાસ્ત મોકલી
પશુપાલન અને ડેરી વિભાગે ઘી અને માખણના ભાવ ઘટાડવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલ્યો છે. આ સાથે, તેને GST ફિટમેન્ટ કમિટિ સમક્ષ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે, જે GST કાઉન્સિલ સાથે તેની ચર્ચા કરશે. તેના પ્રસ્તાવમાં ડેરી વિભાગે કહ્યું છે કે જો તમે ઘીને લક્ઝરી પ્રોડક્ટની શ્રેણીમાં રાખશો અને તેના પર 12 ટકા જીએસટી સ્લેબ લાદશો તો તેનાથી ગ્રાહકોની સાથે ખેડૂતોને પણ નુકસાન થશે.
વિદેશથી આયાત તેલ પર કેમ ઓછો GST
ઈન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ રુપિન્દર સિંહ સોઢી કહે છે કે ભારતમાં ખાદ્યતેલની 70 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. પામ ઓઈલ જેવા ઉત્પાદનો પર 5% GST લાદવામાં આવે છે. તો પછી આપણા જ ઘરમાં બનેલી વસ્તુઓ પર ડબલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે. નાણા મંત્રાલય પશુપાલન વિભાગના પ્રસ્તાવ પર વિચાર કરે તો સારું રહેશે
ખેડૂતોએ સસ્તું દૂધ વેચીને મોંઘું ઘી કેમ ખરીદવું જોઈએ?
સોઢીએ કહ્યું કે ઘી પર 12 ટકા GST લાદવાનો મતલબ પ્રતિ કિલો 70 રૂપિયાનો વધારો થાય છે. એક કિલો ઘી બનાવવા માટે 12 થી 14 લિટર દૂધની જરૂર પડે છે. જેના કારણે ખેડૂતોને 5 થી 6 રૂપિયા વધુ કમાવાનો મોકો મળે છે, પરંતુ બાદમાં 12 ટકા જીએસટીના કારણે મોંઘુ ઘી ખરીદવું પડે છે. જો આ રીતે જોવામાં આવે તો સરકાર માત્ર ગ્રાહકો પર જ ટેક્સ લાદતી નથી, પરંતુ તેની અસર ખેડૂતો પર પણ પડે છે.
આ ટામેટા ક્યાં જઈને ઉભા રહેશે, આ રાજ્યમાં તો એક કિલોના 350 રૂપિયા થઈ ગયા, હજુ પણ ભાવ વધવાની પુરી શક્યતા
વધારે રૂપિયાની જરૂર નથી, 5 લાખથી સસ્તામાં આવી જશે 2 કાર, તમે કઈ ગાડી ખરીદવાનું પસંદ કરશો
આ તો સૌથી નવો ખુલાસો, એક-બે નહીં SDM બનતા પહેલા 3 નોકરી તો જ્યોતિ છોડી ચૂકી છે, જાણો મોટું કારણ
પ્રસ્તાવ મોકલ્યો હતો
ગયા વર્ષે પણ GST કાઉન્સિલને પનીર, દહીં, લસ્સી અને છાશ જેવા પેકેજ્ડ દૂધ ઉત્પાદનો પર 5% ટેક્સ લાદવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. હાલમાં આના પર 12 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. સોઢીનું કહેવું છે કે ઘી અને માખણ પર રાંધણ તેલ જેટલો જ GST લાગવો જોઈએ, જે 5 ટકા છે. આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી શકશે. તેનાથી ખેડૂતોને ફાયદો તો થશે જ, પરંતુ તેનાથી મોંઘવારી પર અંકુશ મેળવવામાં પણ મદદ મળશે.