ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ સદીઓથી અકબંધ છે. જાેકે, તેની સીધી અસર દેશની ચાલુ ખાતાની ખાધ પર દેખાઈ રહી છે. એક તરફ ભારતની ક્રુડ ઓઈલની જરુરિયાત મોટાભાગે આયાત પર ર્નિભર છે. જેના કારણે દેશને મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ ખર્ચવું પડે છે. તેમાંય હાલ ક્રુડની કિંમત હાલ આસમાને આંબી રહી છે. તેવામાં સરકાર ઈચ્છે છે કે દેશની સોનાની આયાત ઓછી થાય, અને લોકો ફિઝિકલ ગોલ્ડને બદલે પેપર ગોલ્ડમાં રોકાણ કરે. સરકારે પેપર ગોલ્ડને પ્રોસ્તાહન આપવા માટે સોવેરિન ગોલ્ડ બોન્ડ થોડા સમય પહેલા શરુ કર્યા હતા.
જાેકે, સામાન્ય માણસ માટે તેમાં રોકાણ કરવું હજુય થોડું અઘરું છે. તેવામાં પેપર ગોલ્ડમાં રોકાણ વધુ સરળ બનાવવા માટે થોડા દિવસમાં રજૂ થનારા સામાન્ય બજેટમાં ગોલ્ડ સેવિંગ્સ અકાઉન્ટ્સની જાહેરાત કરવામાં આવી શકે છે. લોકો ફિઝિકલ ગોલ્ડ ના ખરીદે તેવા ઉદ્દેશ સાથે ગોલ્ડ સેવિંગ્સ અકાઉન્ટ્સ શરુ કરવા સરકાર વિચારી રહી છે. બેન્કિંગ અને ટ્રેડ સોર્સિસનું માનીએ તો, ચાલુ ખાતાની વધતી ખાધથી ચિંતિત સરકાર આ ર્નિણય લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો, ગોલ્ડ અકાઉન્ટ કોઈપણ બેંગમાં ખોલાવી શકાશે.
ખાતેદાર તેમાં નિયમતપણે રુપિયા જમા કરાવી શકે છે. ખાતેદારે જે કંઈ રુપિયા જમા કરાવ્યા છે તેને તે કોઈપણ સમયે બજારમાં તે સમયે સોનાનો જે ભાવ ચાલતો હોય તે દરે ઉપાડી શકે છે. તેનાથી રોકાણ તરીકે ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો લોકોને ઓપ્શન મળશે, સોનાની ડિમાન્ડ ઘટશે. સોવેરિન ગોલ્ડ બોન્ડમાં જે રીતે સરકાર વર્ષે અઢી ટકા વ્યાજ ચૂકવે છે તે જ રીતે ગોલ્ડ સેવિંગ્સ પર પણ વ્યાજ મળી શકે છે. સરકાર ડિજિટલ ગોલ્ડ માટે રેગ્યુલેરટી ફ્રેમવર્ક તૈયાર કરે તેવી પણ શક્યતા છે. દેશમાં દર વર્ષે ૮૦૦-૮૫૦ ટન જેટલા સોનાની આયાત થાય છે.
એપ્રિલથી ડિસેમ્બરના ગાળા દરમિયાન દેશની ચાલુ ખાતાની ખાધ બમણી થઈ ૩૮ બિલિયન ડોલર નોંધાઈ છે, જેની પાછળ સોનાની ધરખમ આયાત પણ જવાબદાર છે. સૂત્રોનું માનીએ તો બેંકર્સે આ અંગે સરકાર સાથે ચર્ચા પણ કરી છે. કોરોનાને કારણે મંદ પડેલી આર્થિક ગતિવિધિ ઉપરાંત સરકારનો આ ગાળા દરમિયાન ખર્ચ પણ વધી ગયો હોવાથી આ બજેટમાં ચાલુ ખાતાની ખાધ ઓછી કરવા સરકાર પર ખાસ્સું દબાણ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના બજેટમાં પણ ઝ્રછડ્ઢ ઘટાડવાના પોતાના ટાર્ગેટને સરકાર પૂરો નથી કરી શકી.