Business News: ગૂગલે જાહેરાતો બતાવવાના નામે છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૂગલે લગભગ 1.2 કરોડ ગૂગલ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે જે ગૂગલની જાહેરાત નીતિનું ઉલ્લંઘન કરીને યુઝર્સ તેમની જાહેરાતો બતાવી રહ્યા હતા.
ગૂગલનું કહેવું છે કે નિયમોના ઉલ્લંઘનને કારણે માલવેર અને છેતરપિંડીમાં વધારો થયો હોવાના અહેવાલો હતા, તપાસ બાદ જે ગૂગલ એકાઉન્ટ્સ નિયમોને બાયપાસ કરીને જાહેરાતો બહાર પાડી રહ્યા હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે. ગૂગલે તેના વાર્ષિક એડવર્ટાઈઝિંગ સિક્યોરિટી રિપોર્ટને ટાંકીને આ માહિતી જાહેર કરી છે.
ગૂગલનું કહેવું છે કે યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે નહીં. કૌભાંડની જાહેરાતો સામે Googleની લડાઈ ચાલુ રહેશે. ગગુલનું કહેવું છે કે જાહેરાતો પ્રદર્શિત કરવાના નામે ડીપફેક જેવી નવી યુક્તિઓનો ઉપયોગ કરીને યુઝર્સને છેતરવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલા સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો બનાવીને એક એડ બનાવવામાં આવી હતી, જેને લઈને ગૂગલ એલર્ટ થઈ ગયું છે. આવો જ ડર લોકસભા ચૂંટણીને લઈને પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યાં ડીપફેકનો દુરુપયોગ થઈ શકે છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ગૂગલ ચૂંટણીને પારદર્શક બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ જ કારણે તેણે 2023માં 5,000થી વધુ ચૂંટણી જાહેરાતોની ચકાસણી કરી છે અને 7.3 મિલિયનથી વધુ ચૂંટણી જાહેરાતોને દૂર કરી છે જે ચકાસણી પૂર્ણ કરી નથી. ગૂગલનું કહેવું છે કે AIના કારણે જાહેરાતોનું વેરિફિકેશન ખૂબ જ પડકારજનક બની ગયું છે.