દિવાળી પહેલા સરકારે નિવૃત્ત રેલ્વે કર્મચારીઓને ભેટ આપી છે. સ્ટાફની અછતને દૂર કરવા માટે ભારતીય રેલ્વે 65 વર્ષથી ઓછી વયના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખશે. આ યોજના હેઠળ 65 વર્ષથી ઓછી વયના નિવૃત્ત કર્મચારીઓ સુપરવાઈઝર અને ટ્રેક મેન જેવી પોસ્ટ માટે અરજી કરી શકે છે.
બિઝનેસ ટુડેના એક રિપોર્ટ અનુસાર આ જોબ એક્સટેન્શનના વિકલ્પ સાથે બે વર્ષ માટે રહેશે. તમામ રેલ્વે ઝોનના જનરલ મેનેજર નિવૃત્ત લોકોને તેમની મેડિકલ ફિટનેસ અને છેલ્લા પાંચ વર્ષમાં કામના રેટિંગના આધારે ભરતી કરી શકે છે. રિપોર્ટ અનુસાર કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે રેલવે બોર્ડે 25,000 પદો માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત તેમણે નિવૃત્ત રેલ્વે કર્મચારીઓને ફરીથી નિમણૂક કરીને અસ્થાયી ધોરણે ખાલી જગ્યાઓ ભરવાની યોજના રજૂ કરી છે.
નિવૃત્તિના 5 વર્ષ પહેલા સારું રેટિંગ જરૂરી
આ માટે અરજી કરવા માટે, અરજદારોએ નિવૃત્તિ પહેલા છેલ્લા પાંચ વર્ષ માટેના ગોપનીય અહેવાલમાં સારું રેટિંગ હોવું આવશ્યક છે. આ સિવાય તેની સામે કોઈ તકેદારી કે શિસ્ત સંબંધી કેસ પેન્ડિંગ ન હોવો જોઈએ. આ હેઠળ, ભરતી કરાયેલા લોકોને તેમના છેલ્લા પગારમાંથી તેમના મૂળભૂત પેન્શનની રકમ કાપીને ચૂકવવામાં આવશે. આ સિવાય તેમને મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. જોકે, તેમને વધારાના લાભો કે પગારવધારો નહીં મળે.
એકલા ઉત્તર-પશ્ચિમ રેલવેમાં 10 હજારથી વધુ પદ ખાલી
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
રિપોર્ટ અનુસાર રેલવે બોર્ડે આ નિર્ણય વધતા ટ્રેન અકસ્માતો અને કર્મચારીઓની અછતને ધ્યાનમાં રાખીને લીધો છે. એકલા ઉત્તર-પશ્ચિમ રેલવેમાં 10 હજારથી વધુ પદ ખાલી છે જેના કારણે અમને ટ્રેન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડે કહ્યું છે કે સુપરવાઇઝરી અને અન્ય મહત્વપૂર્ણ પોસ્ટ્સ પર લોકોની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવા જરૂરી છે.