દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકમાં સરકારી નોકરીની તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ચેનલ મેનેજર ફેસિલિટેટર, ચેનલ મેનેજર સુપરવાઈઝર અને સપોર્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ, SBIમાં કુલ 1031 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. SBI અથવા અન્ય કોઈ સરકારી બેંકના કર્મચારીઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના જુઓ.
સૂચના મુજબ, ચેનલ મેનેજર ફેસિલિટેટરની પોસ્ટ માટે 821 જગ્યાઓ ખાલી છે. જ્યારે ચેનલ મેનેજર સુપરવાઈઝરની પોસ્ટ માટે 172 અને સપોર્ટ ઓફિસરની 38 જગ્યાઓ ખાલી છે.
તમને કેટલો પગાર મળશે
ચેનલ મેનેજર ફેસિલિટેટર – રૂ. 36000
ચેનલ મેનેજર સુપરવાઈઝર – રૂ. 41000
સપોર્ટ ઓફિસર – રૂ. 41000
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત
સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ
કેવી રીતે થશે પસંદગી
SBI માં ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પ્રાપ્ત થયેલ અરજીઓમાંથી ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે.