World News: અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત (Death of a Gujarati youth ) થયું છે. પાટણનો એક યુવાન ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. તે આવતા મહિને ભારત (India) પરત ફરવાનો હતો. પિતા સાથે ફોન પર વાત કરતા કાર સાથે ટકરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ દુખદ સમાચાર મળ્યા બાદ યુવકનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. અમેરિકાથી યુવકની લાશને પાટણ (Patan) લાવવા સરકારને જાણ કરવામાં આવી છે. હાલ યુવકની લાશ લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પાટણનો દર્શીલ ઠક્કર (Darsheel Thakkar) નામનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો.
અમેરિકાના હ્યુસ્ટનમાં જ્યારે સિગ્નલ બંધ હતું ત્યારે દર્શિલ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ એક કારે સિગ્નલ ખોલીને દર્શિલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. દર્શીલના મોતના સમાચાર મળતા જ વતનમાં રહેતો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
પરિવારજનોની માંગ છે કે, વહેલી તકે મૃતદેહને ઘરે લાવવામાં આવે. દર્શિલ ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને સપ્ટેમ્બરમાં ભારત પરત ફરવાનો હતો. પાટણની શિવકૃપા સોસાયટીમાં રહેતો દર્શીલ 9 એપ્રિલ 2023ના રોજ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. તે ૨૬ સપ્ટેમ્બરે પરત ફરવાનો હતો.
દર્શીલ ઠક્કર 31 જુલાઈની સાંજે અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનના પ્રવાસે ગયા હતા. તે સમયે તે તેના માતા-પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન સિગ્નલ બંધ હોવાના કારણે દર્શિલ રસ્તો ક્રોસ કરવા લાગ્યો હતો, પરંતુ જેવો તે રોડ ક્રોસ કરવા જતો હતો કે તરત જ અચાનક સિગ્નલ ખુલી ગયું અને પૂરઝડપે આવતી કાર દર્શિલને ટક્કર મારીને ત્યાંથી નીકળી ગઈ. આ રીતે દર્શીલ પર ચઢી રહેલા વાહનોના ટાયરના કારણે દર્શીલનું મોત થયું હતું.