Himachal Rain Today: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વાદળ ફાટ્યા છે. શિમલા જિલ્લાના રામપુરમાં બુધવારે સવારે ભારે વરસાદ વચ્ચે નાળામાં પાણી ભરાયા હતા. એક સરકારી શાળા, મકાનો, ગાયો અને ઘેટાં-બકરાંઓ પૂરના કારણે તણાઈ ગયા છે. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. હિમાચલ પ્રદેશમાં બુધવારથી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાણકારી મુજબ શિમલાથી 100 કિમી દૂર રામપુર સબડિવિઝનના સરપરા પંચાયતના કંદહાર ગામમાં અચાનક પૂર આવ્યું હતું. ભારે વરસાદ બાદ યસ પર બે જગ્યાએ અચાનક પૂર આવ્યું હતું અને કંદહારમાં સરકારી પ્રાથમિક શાળાની ઇમારત, ત્રણ જૂના મકાનો અને એક સામુદાયિક ઇમારત સહિત પાંચ ઇમારતો ધરાશાયી થઇ હતી. ત્રણ ગાયના આશ્રયસ્થાનોને પણ નુકસાન પહોંચ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂરમાં 6 ગાય, 15 બકરા અને ઘેટા સહિત 21 પશુઓ તણાઇ ગયા છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન અનુસાર, સિરમૌર જિલ્લામાં જેતો બેરેજમાં છેલ્લા 12 કલાકમાં 156 મીમી વરસાદ થયો છે. આવી જ રીતે નાહનમાં 113 મિમી અને પછડમાં 103 મિમી પાણી પડયું છે. આ સિવાય સોલનમાં 52 મીમી, શિમલામાં 17 મીમી વરસાદ નોંધાયો છે.
વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે
IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન
હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ
સતત ફાટી રહેલાં વાદળો
હિમાચલ પ્રદેશમાં કુલ્લુ, કિન્નૌર, ચંબા અને શિમલામાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત બની રહી છે. અહીં મોટું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ પ્રવેશ કર્યાને એક મહિનો વીતી ગયો છે અને અત્યાર સુધીમાં 168 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં ઓછામાં ઓછા 195 લોકો ઘાયલ થયા હતા. આ મૃત્યુમાં માર્ગ અકસ્માતનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં રાજ્યને 5350 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બુધવારે રાજ્યમાં 5 એનએચ સહિત 600થી વધુ રસ્તાઓ બંધ છે. ૩૫૯ જેટલા વીજ ટ્રાન્સફોર્મર અને ૩૨૪ પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ રહી છે. કુલ્લુથી મનાલી સુધીનો હાઇવે ખરાબ હાલતમાં છે. પાંડોહથી આગળ ફરી એકવાર ભૂસ્ખલનના કારણે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.