મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ પાસે નાસભાગ મચી હતી. સ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના પ્રતિનિધિઓ હાજર હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા અને લાશોને કટરા બેઝની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું, “પ્રારંભિક અહેવાલો અનુસાર, દલીલ થઈ, જેના પરિણામે લોકો એકબીજાને ધક્કો મારી રહ્યા હતા, જેના પછી ભાગદોડ મચી ગઈ.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે માતા વૈષ્ણો દેવી ભવન વિસ્તારમાં દર્શન કર્યા પછી કેટલાક લોકો ત્યાં રોકાઈ ગયા, જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે લોકોને બહાર નીકળવાની જગ્યા ન મળી. તેમણે જણાવ્યું કે નાની જગ્યાએ મોટી સંખ્યામાં લોકો આવતા-જતા હતા, જેના કારણે વિવાદ થયો અને આ અકસ્માત થયો.
અધિકારીઓએ જણાવ્યું કે 20 વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી મોટાભાગનાની માતા વૈષ્ણો દેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ કહ્યું કે અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી મંદિર ખુલ્લું છે. ભક્તો પ્રાર્થના કરતા હતા.