અંજુનો પતિ હવે આરપારની લડાઇ કરવાનાં મૂડમાં, કહ્યું – મારી દિકરી એને માં નહી કહે, હું કાયદેસર FIR કરાવીશ અને પછી….

Desk Editor
By Desk Editor
Share this Article

Anju News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા ગયેલી અંજુ ચાવલાના પતિ અરવિંદ કુમારે કહ્યું છે કે, તેની પત્ની હજુ પણ કાયદાની દ્રષ્ટીએ તેની પત્ની હોવાથી ફરી લગ્ન કરી શકે તેમ નથી. જો તે પાકિસ્તાનથી પરત ફરશે તો હું તેની સામે એફઆઈઆર નોંધાવીશ.

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની કહાની ઘણી અટપટી લાગે છે. પાડોશી દેશના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પોતાની ફેસબુક ફ્રેન્ડથી પહોંચેલી મહિલાએ દાવો કર્યો હતો કે, તેના પતિથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ પતિ અરવિંદનો દાવો છે કે છૂટાછેડાના કેસમાં તેને આજ સુધી કોર્ટ તરફથી કોઈ નોટિસ મળી નથી.

 

 

“અંજુએ કહ્યું છે કે તેણે ત્રણ વર્ષ પહેલાં દિલ્હીમાં છૂટાછેડાના કાગળો રજૂ કર્યા હતા, પરંતુ મને હજી સુધી કોર્ટ તરફથી કોઈ સમન્સ અથવા નોટિસ મળી નથી. કાગળ પર તે હજી પણ મારી પત્ની છે. તેનો અર્થ એ કે તે હજી પણ કાયદાની દ્રષ્ટિએ તેની પત્ની છે. તે બીજા કોઈને પરણી શકે તેમ નથી. સરકારે આ મામલે તપાસ કરવી જોઈએ.”

અરવિંદે વધુમાં જણાવ્યું હતું કે સરકારે તેના પાસપોર્ટ અને વિઝા દસ્તાવેજોની પણ તપાસ કરવી જોઈએ જેથી એ જાણી શકાય કે તેણે પાકિસ્તાન જવા માટે કયા નકલી દસ્તાવેજો આપ્યા હતા. અરવિંદે કહ્યું કે અંજુએ તેમને વિઝા પ્રક્રિયા પૂર્ણ થવાની જાણ કરી ન હતી. અરવિંદે કહ્યું કે સરકારે અંજુના વિઝા અને પાસપોર્ટ રદ કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, અંજુ ભારત પરત ફર્યા બાદ તેઓ આ મામલે એફઆઈઆર નોંધાવશે.

 

પુત્રીએ અંજુને માતા તરીકે સ્વીકારવાની ના પાડી

વધુમાં અરવિંદે જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ અંજુને તેની માતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે જો બાળકો તેને સ્વીકારે છે, તો તે તેની સાથે સ્થાયી થવા તૈયાર છે, નહીં તો નહીં.

“તે તણાવમાં રેહતી હતી, પણ…”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અંજુ માનસિક રીતે પરેશાન અને તરંગી હોવાનો દાવો કરવામાં આવે છે? તેના જવાબમાં અરવિંદે કહ્યું, “કામના કારણે તે તણાવમાં રહેતી હતી. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે આટલું મોટું પગલું ભરશે. અરવિંદે પત્નીના વર્તન વિશે જણાવ્યું હતું કે, અંજુ જો કંઇક કરવાનું નક્કી કરે છે, તો તે પૂર્ણ કર્યા પછી જ શ્વાસ લે છે.

 

વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો  ડૂબી જવાથી મોત 

 રાજકોટના કારીગરોની PMને ભેટ, ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી તૈયાર કર્યા ત્રણ ખાસ પ્લેન, જુઓ તસ્વીર

 અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત

 

પ્રેમ નહિ, અરેન્જ મેરેજ હતા.

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી અને હાલ રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં નોકરીના સંબંધમાં રહેતા અરવિંદે જણાવ્યું હતું કે તેણે અંજુ સાથે ‘અરેન્જ મેરેજ’ કર્યા હતા. એટલું જ નહીં, બંને બાળકો સાથે તેને સારી રીતે બનતું હતું. 34 વર્ષીય અંજુનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર (જાલૌન જિલ્લો) ના નનિહાલ ગામમાં થયો હતો. જ્યારે તેના પિતા મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં રહે છે. અંજુ અને 29 વર્ષીય પાકિસ્તાની નાગરિક નસરુલ્લાહ 2019 માં ફેસબુક દ્વારા મિત્રો બન્યા હતા. હાલમાં જ અંજુએ ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં પોતાના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહને મળવા માટે માન્ય વિઝા લીધા છે.

 

 

 


Share this Article
TAGGED: ,