Politics News: ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે પોલિંગ બૂથ પર તમારા અધિકારો શું છે. તમને મતદાન કરવાથી કોઈ રોકી શકશે નહીં. લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં વાતાવરણ ગરમાયું છે અને તમામ પક્ષોના નેતાઓએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
ચૂંટણી પંચ દ્વારા થોડા દિવસો પહેલા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણી માટે પ્રથમ મતદાન 19 એપ્રિલે થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. હવે સામાન્ય લોકોના મનમાં ચૂંટણી સંબંધિત ઘણા પ્રશ્નો છે, જેના જવાબો તેમના માટે મહત્વપૂર્ણ છે.
એક સવાલ એ પણ છે કે જો કોઈ તમારા નામે નકલી વોટ નાખે તો પણ શું તમે વોટ આપી શકો? ભારતીય ચૂંટણી આચાર અધિનિયમ 1961માં આ માટેની જોગવાઈ છે. જો આવું થાય, તો તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શકો છો.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
તમારી પાસે તમારું વોટર આઈડી કાર્ડ અને વોટિંગ સ્લિપ હોવી જોઈએ. ચૂંટણી અધિકારી તમને કેટલાક પ્રશ્નો પૂછી શકે છે, જેના પછી તમે સ્લિપ દ્વારા મત આપી શકો છો. આને ટેન્ડર વોટિંગ કહેવામાં આવે છે.